-બાઈડન 7 થી 10 સપ્ટેમ્બર એમ ચાર દિવસ ભારતમાં રોકાશે
ભારતના પાટનગર દિલ્હીમાં આગામી 9 અને 10 ડિસેમ્બરે જી-20 શિખર સંમેલનના આગલા દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકી પ્રમુખ જો બાઈડન વચ્ચે દ્વીપક્ષી મંત્રણાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના નેતાઓની જી-20 બેઠક ભારતમાં અત્યાર સુધીમાં યોજાયેલી મીટીંગોમાંની સૌથી મોટી રહેવાની છે. અમેરિકી પ્રમુખ જો બાઈડન પણ જી-20 શિખર સંમેલનમાં હાજર રહેવાના છે.
વ્હાઈટ હાઉસના સતાવાર નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે, બાઈડન 7મી સપ્ટેમ્બરને ગુરૂવારે ભારતના પ્રવાસે રહેશે અને 8મી સપ્ટેમ્બરે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 9 અને 20 સપ્ટેમ્બરે જી20 દેશોના શિખર સંમેલનમાં પણ સામેલ થશે. બાઈડન 7થી10 સપ્ટેમ્બર એમ ચાર દિવસ ભારતના પ્રવાસે રહેશે.
ભારત પ્રવાસ દરમ્યાન વૈશ્વિક નેતાઓ સાથે બાઈડન યુક્રેન યુદ્ધ સહિતના વૈશ્વિક પડકારો સંબંધીત મુદ્દાઓ પર ચર્ચા કરશે. જલવાયુ પરિવર્તન-કલાયમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા, યુક્રેન યુદ્ધના આર્થિક-સામાજીક પ્રભાવો નિયંત્રીત કરવા જેવા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચા કરશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાણાંનિધિ તથા વિશ્વ બેંકમાં સુધારા પર જોર આપશે જેથી વિકાસશીલ દેશોને વધુ મદદ કરી શકાય.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, જી20 દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, કોરિયન ગણરાજય, મેકસીકો, રશિયા, સાઉદી અરેબીયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા તથા યુરોપીયન યુનિયન સામેલ છે. આ 20 દેશોનો જ વૈશ્વિક જીડીપીમાં 85 ટકા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં 75 ટકા હિસ્સો છે અને 67 ટકા વસ્તીનો વસવાટ છે.