MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઈન) સામે મોદીનું MIGA (મેક ઈન્ડિયા ગ્રેટ અગેઈન): 2047 સુધીમાં વિક્સીત રાષ્ટ્રનો સંકલ્પ
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અને હું ભારતના હિતોને પ્રાધાન્ય આપીશું: મોદી
- Advertisement -
વડાપ્રધાન મોદી અમેરિકાથી દિલ્હી આવવા રવાના
અમેરિકા ભારતને F-35 ફાઇટર જેટ આપવા તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પીએમ નરેન્દ્ર મોદી પોતાનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદી શુક્રવારે રાત્રે 3 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. બંને નેતાઓ લગભગ અઢી કલાક સુધી સાથે રહ્યા. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. ટ્રમ્પ અને મોદીએ બે વાર મીડિયા સાથે વાત કરી.
ટ્રમ્પે ટેરિફ મુદ્દે મોદીની પ્રશંસા કરી અને તેમને એક ટફ નેગોશિએટર ગણાવ્યા. તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે. ટ્રમ્પે ભારતને ઋ-35 ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી. આ સાથે તેમણે 2008ના મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત મોકલવાની પણ વાત કરી.
જ્યારે, પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. એક પ્રશ્ર્નના જવાબમાં મોદીએ કહ્યું કે ટ્રમ્પ સાથે ફરીથી કામ કરવાની તક મળી તે ખુશીની વાત છે. મોદીએ કહ્યું કે તેમની અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતનો અર્થ એક અને એક અગિયાર થાય છે.
પીએમ મોદીએ કહ્યું કે ‘અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ સૂત્રથી સારી રીતે વાકેફ હશે.’ ભારતના લોકો પણ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં તેને “મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન – MIGA કહેવામાં આવે છે.
જ્યારે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે, ત્યારે MAGA અને MIGA સાથે મળીને સમૃદ્ધિ માટે એક મોટી ભાગીદારી બનાવશે. આ મહાભાવના આપણા ઉદ્દેશ્ર્યોને એક નવું પરિમાણ આપશે. આજે આપણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય પણ રાખ્યું છે.
અમેરિકા પાસેથી વધુ ક્રુડતેલ-ગેસ ખરીદશે ભારત: 500 બિલિયન ડોલરનો વ્યાપારી લક્ષ્યાંક
- Advertisement -
લાંબા સમયથી ભારત માટે સૌથી મોટી ચિંતા સર્જી ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ કાર્ડને હળવું બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રામાં ડાહી-ડાહી-ડિપ્લોમેટીક ચર્ચા બાદ ભારત અને અમેરિકા વચ્ચે 500 બીલીયન ડોલરના વ્યાપારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ભારત હવે અમેરિકા પાસેથી વધુ ક્રુડ ઓઈલ- ગેસ તથા એફ-35 આધુનિક લશ્ર્કરી વિમાનો સહિતના અબજો ડોલરના શસ્ત્રો પણ ખરીદશે. ટ્રમ્પે એક તરફ ભારતના કહેવાતા ઉંચા ટેરીફ પ્રત્યે પોતાની તિવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ‘ટફ’ વાટાઘાટાકાર તરીકે ગણાવ્યા હતા અને અંતે આજે દેશો વચ્ચે મહત્વના વ્યાપારી કરાર થયા હતા. વ્હાઈટ હાઉસની બેઠક બાદ એક સંયુક્ત પત્રકાર પરિષદને બન્ને રાષ્ટ્રવડાઓએ સંબોધી હતી. જેમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ભારત અને અમેરિકા તેમના વ્યાપાર ખાધને સમતોલ કરવા અમેરિકાથી વધુ ક્રુડતેલ અને ગેસની આયાત કરશે અને ટ્રમ્પે એ આશા પણ વ્યક્ત કરી કે અમેરિકા ભારતમાં ક્રુડતેલ ગેસનું સૌથી મોટુ નંબર વન નિકાસકાર બની રહે તે જોવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આ પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના મેક-અમેરિકા ગ્રેટ અગેઈનના મોટોથી પરિચીત છે અને ભારતમાં 2047 સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે અને બન્ને દેશો આતંકવાદ સામેની લડાઈમાં પણ સાથે છે. અમેરિકા સાથેની સંરક્ષણ સોદામાં ભારત અમેરિકા પાસેથી ફીફટ જનરેશન એફ-35 લડાયક વિમાન ખરીદશે અને બન્ને દેશો વચ્ચે શસ્ત્ર કરારમાં સહી થઈ છે ત્યાં ટ્રમ્પે જાહેરાત કરી કે ભારતમાં સૈન્ય શસ્ત્રોનું વેચાણ અનેક અબજ ડોલર વધારશું અને અમો તેમાં ભારતને એફ-35 વિમાન પુરા પાડવા માટે તૈયાર છીએ. ટ્રમ્પની ચાર વર્ષના ગાળા બાદ વ્હાઈટ હાઉસમાં વાપસી બાદની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાત છે. શ્રી મોદીએ કહ્યું કે એ બાબત પ્રશંસનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અમેરિકી હિતોને જ સર્વોપરી ગણે છે અને હું પણ ભારતના હિતોને સર્વોચ્ચ પ્રાથમીકતા આપુ છું. તે મારા માટે સૌભાગ્ય છે અને હું અગાઉ શ્રી ટ્રમ્પ સાથે કામ કરવાના અનુભવથી કહી શકુ છું કે આપણે એ જ પરસ્પરના સહયોગ, વિશ્ર્વાસ અને ઉત્સાહથી ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીને આગળ વધારશું.
ટ્રમ્પને ભારતની મુલાકાતે આવવા મોદીનું આમંત્રણ
2020ની ટ્રમ્પની ભારતયાત્રાને પણ વડાપ્રધાને યાદ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની અમેરિકા મુલાકાત પુરી કરીને ભારત આવવા રવાના થયા છે. મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યુ છે. બન્ને દેશોના રાષ્ટ્રવડાઓ સંયુક્ત યાદીમાં મોદીએ અમેરિકી પ્રમુખને ભારત આવવા આમંત્રણ આપ્યુ હતું. શ્રી મોદીએ 2020ની ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતના લોકો આજે પણ આપની એ યાત્રાને યાદ કરે છે. મને આશા છે કે આમ તેમને ફરી મળવાનું પસંદ કરશો. ભારતના 140 કરોડ લોકો તરફથી હું (નરેન્દ્ર મોદી) આપને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપુ છું.
“Our Journey Together’ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પુસ્તક ભેટ આપ્યું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઐતિહાસીક બેઠકમાં અનેક મહત્વના કરાર થયા હતા. અમેરિકન રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને એક ખાસ પુસ્તક ભેટમાં આપ્યું હતું. તેમાં ભુતકાળમાં બન્ને નેતાઓ ‘હાઉડી મોદી’ તથા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેની યાદગાર ક્ષણોની તવારીખ છે આ પુસ્તકમાં ટ્રમ્પે સહી કરીને ‘મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, યુ આર ગ્રેટ (વડાપ્રધાન તમે મહાન છો)ની નોંધ કરી છે.