લાઈવ પ્રસાદનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી શહેરના લખધીર વાસ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પર્વ નિમિત્તે વિવિધ માનવસેવા પ્રવૃત્તિઓ કરતા મોરબી જલારામ ધામ દ્વારા ગણપતિજી મહારાજને મોદકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભક્તજનો માટે લાઈવ પ્રસાદનું પણ વિશેષ આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે ’મયુરનગરી કા રાજા’ ગણેશ મહોત્સવના આયોજકો કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશી સહિતની ટીમે મોરબી જલારામ ધામના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કિશોરભાઈ ચંડીભમર સહિતની ટીમનું અભિવાદન કરીને તેમની સેવાને બિરદાવી હતી. જલારામ ધામના અગ્રણીઓએ પણ આરતી ઉતારી ગણપતિજીની આરાધના કરી હતી અને આ અલૌકિક આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.