બસ પોર્ટમાં રહેલા બોમ્બને ડિફ્યુઝ કરાયો, SOG, ક્રાઈમ બ્રાન્ચ, એ ડિવિઝન સહિતનો કાફલો ઘટનાસ્થળે
ગુનેગારો પોતાના મનસુબા પાર ન પાડી શકે એ માટે સતત પેટ્રોલીંગ, ફૂટપેટ્રોલીંગ, ખાનગી વોચ, સીસીટીવી કેમેરાથી વોચ, ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર વોચ, વાહન ચેકીંગ, અજાણ્યા શકમંદ ઈસમોની સઘન તપાસ વિગેરે વિવિધ કાર્યવાહીઓ કરાઈ રહી છે. ત્યારે આજે રાજકોટ સિટી બસ સ્ટેશનમાં બોમ્બ ડિફ્યુઝની મોકડ્રીલ યોજાઈ હતી.
- Advertisement -
પોલીસ કંટ્રોલમાં ફોન આવ્યો કે, બસ પોર્ટમાં શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળતા તાત્કાલિક પગલા લેવાયા હતા. જેમાં એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, બીડીડીએસ, ડોગ સ્કવોર્ડ, એ ડિવિઝન, ટ્રાફિક પોલીસ સહિતની ટીમે સ્થળ પર જઈ બોમ્બ ડિફ્યુઝ કર્યો હતો. બસ પોર્ટનું પોલીસની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરાયું ત્યારબાદ સમગ્ર ઘટનાને મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.