ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર પર ડ્રોન હુમલા અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. ફાયર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.
- Advertisement -
કોડિનાર તાલુકાના છારા બંદર ખાતે ડ્રોન એટેક અંગે મોકડ્રિલ યોજાઈ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા બંદર ખાતે ડ્રોન એટેક મોકડ્રિલ યોજાઈ હતી. ડ્રોન એટેકના પગલે તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલરૂમને જાણ થતાં ફાયર ફાઈટર તથા એમ્બ્યૂલન્સ આવી પહોંચી હતી અને નાગરીકોનું રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે નાગરિક સંરક્ષણ અંતર્ગત મોકડ્રિલ યોજાઈ: સેવાની સક્રિયતા સુનિશ્ચિત કરાઇ
- Advertisement -
ઓપરેશન શિલ્ડ અન્વયે વેરાવળ કોસ્ટગાર્ડ ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં ડ્રોન એટેક સમયે આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે દ્વિતીય નાગરિક સંરક્ષણ એક્સર્સાઇઝ “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રિલ યોજાઈ હતી. વેરાવળ કોસ્ટગાર્ડ પર ડ્રોન દ્વારા એટેક થયો હોવાની જાણકારી મળી હતી. આ એટેક અંગેની જાણ વેરાવળ કોસ્ટ ગાર્ડ અધિકારી દ્વારા ગીર સોમનાથ ડિઝાસ્ટર કંટ્રોલને કરવામાં આવી હતી. જેથી આરોગ્ય, ફાયર સહિતનાં સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરતા વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે ઇમર્જન્સી ટીમ વેરાવળ સીટી પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ દ્વારા કોસ્ટ ગાર્ડ ખાતે ઇજાગ્રસ્ત લોકોનું ઘટના સ્થળ ખાતેથી રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં.