વિશ્ર્વાસ પ્રોજેકટનાં સીસીટીવી કેમેરાની મદદથી બન્ને પકડયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બે મોબાઈલ ફોન અને રાજકોટમાં થયેલ બાઈક ચોરીનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી લીધો છે. જૂનાગઢમાંથી બી-ડિવીઝન પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા અને મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પર ઢોસાની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. તેમજ રાજકોટનાં કુવાડવા રોડ પરથી બાઈકની ચોરી થઈ હતી. તેમજ જૂનાગઢનાં એસપીનાં માર્ગદર્શનમાં ચોરીનો ભેદ ઉકેલવા ક્વાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી વનરાજસિંહ ચુડાસમા તથા હારૂનભાઈ ખાનાણીને બાતમી મળી કે જૂનાગઢનાં સક્કરબાગ નજીક બે શખ્સ ચોરીનાં માલ સાથે છે. ડીવાયએસપી આર. વી.ડામોરનાં માર્ગદર્શનમાં બી -ડિવીઝન પોલીસ ટીમ સ્થળ પણ પહોંચી હતી અને બાઈક પર જઈ રહેલા રવિ દિલિપભાઈ રાઠોડ, લખન નારણભાઈ મારવાડીને રોકી પુછપછર કરતા બે મોબાઈલ મળી આવ્યાં હતાં. બાદ પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી બાઈક રાજકોટનાં કુવાડવા રોડ પરથી ચોરી થયાનું બહાર આવ્યું હતું. પોલીસે પાંચ હજારનાં બે ફોન અને 20 હજાર રૂપિયાનુ બાઈક કબજે ર્ક્યા હતાં. પોલીસે બન્ને શખ્સે ઝડપી લઈ આગળની કાર્યવાહી
હાથધરી હતી.