નકલી ડિવાઈસને રોકવા અને ગુમ થયેલ મોબાઈલ ફોનને બ્લોક કરવા નિયમ તૈયાર કરાયો.
દરેક મોબાઈલ ફોન એક ખાસ 15 આંકડાના આઈએમઈઆઈ નંબરની સાથે આવે છે, જે ડીવાઈસના વિશિષ્ટ આઈડી તરીકે કામ કરે છે, આ નંબરથી ચોરી થયેલા ફોનનો પતો મેળવી શકાય છે. હવે 1 જાન્યુઆરી 2023 નકલી ઉપકરણ વિરોધી પોર્ટલ પર ભારતમાં વેચાણ પહેલા બધા મોબાઈલ ફોનનો આઈએમઈઆઈનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
26 સપ્ટેમ્બરની એક સૂચના અનુસાર બધા મોબાઈલ ફોન પછી તે ભલે સ્થાનિક સ્તરે બનેલા હોય કે આયાત થયેલા હોય, તેને રજીસ્ટ્રેશન અને દૂરસંચાર વિભાગ દ્વારા સંચાલીત ભારતીય નકલી ડિવાઈસ પ્રતિબંધ પોર્ટલથી આઈએમઈઆઈ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું પડશે.
સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, નિર્માતાએ મોબાઈલ ફોનના પહેલા વેચાણ પહેલા દૂરસંચાર વિભાગમાં ભારતીય બોગસ ઉપકરણ વિરોધી પોર્ટલમાં ભારતમાં નિર્મિત દરેક મોબાઈલ ફોનની આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ ઓળખ સંખ્યા રજીસ્ટર કરાવવી પડશે.