મોદી સરકાર નવું બિલ લાવી: લોકસભામાં બિલની નકલ સાંસદોને અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (ખૠગછઊૠઅ) ને સમાપ્ત કરીને નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવાની તૈયારીમાં છે. સરકારે આ સંબંધિત બિલની નકલ લોકસભા સાંસદો વચ્ચે વહેંચી છે. ન્યૂઝ એજન્સી ઙઝઈં એ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા. આ બિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરી શકાય છે. બિલનું નામ ‘વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (ટઇ-ૠ છઅખ ૠ) બિલ, 2025’ રાખવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ‘વિકસિત ભારત 2047’ ના રાષ્ટ્રીય વિઝન અનુસાર ગ્રામીણ વિકાસ માટે નવું માળખું તૈયાર કરવાનો છે. કામના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 દિવસ કરવામાં આવશે.
આ પહેલા 12 ડિસેમ્બરે સમાચાર આવ્યા હતા કે કેન્દ્રીય કેબિનેટે મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખ્યું છે. જોકે, સરકાર દ્વારા જારી કરાયેલું નોટિફિકેશન સામે આવ્યું ન હતું.
જ્યારે મનરેગાનું નામ બદલવાની જાણકારી સામે આવી હતી, ત્યારે વાયનાડથી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તેમને ખૠગછઊૠઅ યોજનાનું નામ બદલવાના નિર્ણય પાછળનો તર્ક સમજાતો નથી. આનાથી બિનજરૂરી ખર્ચ થાય છે. તેમણે કહ્યું- મને સમજાતું નથી કે આ પાછળ શું માનસિકતા છે. સૌથી પહેલા, આ મહાત્મા ગાંધીનું નામ છે અને જ્યારે તેને બદલવામાં આવે છે, ત્યારે સરકારના સંસાધનો ફરીથી તેના પર ખર્ચ થાય છે. ઓફિસથી લઈને સ્ટેશનરી સુધી, બધું જ નામ બદલવું પડે છે, તેથી આ એક મોટી, મોંઘી પ્રક્રિયા છે. તો આવું કરવાનો શું ફાયદો છે?
100 દિવસના બદલે 125 દિવસની રોજગારી
આ નવા બિલમાં ગ્રામીણ પરિવારને દરેક વર્ષે 125 દિવસ રોજગારીની બંધારણીય ગેરંટી આપે છે. આ પગલું ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષામાં એક મોટો નીતિગત પરિવર્તન લાવશે એવું કેન્દ્ર સરકારનું માનવું છે. મહત્વનું છે કે મનરેગા અધિનિયમ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતો હતો.



