અગરિયાઓને પરંપરાગત હક્ક માટે વન પર્યાવરણ મંત્રીને લેખિત રજૂઆત કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
ધ્રાંગધ્રા, હળવદ અને પાટડી સહિતના પંથકમાં આવેલા કચ્છના નાના રણ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી અગરિયાઓ પરંપરાગત મીઠું પકવવાની વ્યવસાય કરો ગુજરાન ચલાવે છે કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓ લગભગ આઠ મહિના સુધી રણમાં કોઈ પણ સુખ સુવિધા વગર જ રોજગારી મેળવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે કચ્છનું નાનું રણ અભ્યારણ્ય વિસ્તાર હોવાથી પરંપરાગત અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવતો નથી જેથી તેઓની પાસે રોજગારીનો અન્ય કોઈ વિકલ્પ નહિ હોવાના લીધે પરિવાર આર્થિક ભીંસમાં સારી પડે છે.
- Advertisement -
રણમાં પ્રવેશ બાબતે દર વર્ષે અગરિયાઓ અને વન વિભાગ વચ્ચે માથાકુટ થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા – હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા હિન અગરિયાઓને પરગટ મીઠું પકવવા માટે અને પોતાની રોજગારી મેળવવા માટે રણમાં પ્રવેશ આપવા અર્થે રાજ્યના વન પર્યાવરણ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે અગરિયાઓને સિઝનને હવે માત્ર બે મહિના જેટલો સમય રહ્યો છે અને આ બે મહિના બાદ જો વન વિભાગ દ્વારા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં નહિ આવે તો શરૂઆતની સીઝન નિષ્ફળ જાય તેમ છે જે અંગે ચિંતિત ધારાસભ્ય દ્વારા વન પ્રયવર્ણ મંત્રીને અગરિયાઓને રણમાં પ્રવેશ આપવા ભલામણ સાથેની લેખિત રજૂઆત કરાઈ હતી.



