ભારત રત્ન અટલબિહારી વાજપેયીની આજે જન્મજયંતિ શત શત નમન કરી શબ્દાંજલિ અર્પણ કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ
ખાસ-ખબર સંવાદદાતા
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીનો આજે તા. રપ ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ શ્રદ્ધૈય અટલબિહારી બાજપાઈજીને શત શત નમન કરતાં જણાવેલ કે શ્રદ્ધૈય અટલજી બિહારી વાજપેયીનો જન્મ તા. રપ ડિસેમ્બર, 19ર4ના રોજ ગ્વાલીયરના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાર્થી પ્રવૃતિઓથી લઈને આર.એસ.એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંઘમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના યુવા સાથી બની રાજનીતિમાં પદાર્પણ ર્ક્યું. સત્યાગ્રહો-આંદોલનોમાં સક્રિય રહ્યા. જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ્ા બન્યા. 1977માં જનતા પક્ષ્ાની સરકારમાં વિદેશ પ્રધાન અને લગાતાર ત્રણ-ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. 1993માં કાનપુરની વિશ્ર્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. 1999માં પ્રસિધ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. 1998માં દેશની સંસદે તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષ્ઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. ર014માં તેમને ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
તેઓ પ્રજાસત્તાક ભારતના 10માં વડાપ્રધાન તરીકે અલગ-અલગ ત્રણ સમયગાળા માટે પ્રધાનમંત્રીપદે રહી ચૂક્યા હતા. અટલજી માત્ર રાજકીય વિચારધારા સાથે નહી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ ર્ક્યુ છે, અટલ બિહારી વાજપેયી એક પ્રભાવશાળી નેતા અને મહાન વક્તા હતા.અટલજીનું રાજકીય વ્યક્તિત્વ હંમેશા વિવાદોથી પર રહ્યું હતું. તેઓ અજાતશત્રુ હતા. ભારતીય રાજનિતીના નોખા-અનોખા રાજનેતા અટલજી વચન, પ્રવચન, અને આચરણના આકદમ પુરૂષ હતા. અટલજીની પાંચ દસક લાંબી રાજકીય યાત્રા, રાજનીતિ ક્ષ્ોત્રે સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહી હતી ત્યારે શ્રદ્ધૈય અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી ધ્વારા વિવિધ સેવાકાર્યો થકી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અટલજી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાના જીવંત પ્રતિક સમાન હતા. વડાપ્રધાન તરીકે તેમણે દેશની જનતામાં એક અમિટ છાપ છોડી લાખો લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત ર્ક્યુ છે અને કાર્યર્ક્તામાં ઘડતર અને રાષ્ટ્રવાદની ભાવનાનું સિંચન ર્ક્યુ છે તેમ શ્રધ્ધૈય અટલજીને જન્મદિવસ અંતર્ગત શત શત નમન કરતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું.