શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજીની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ, પરાક્રમ, ર્ક્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહમણોના ઈષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠૃા અવતાર ભગવાન પરશુરામજીની જન્મજયંતી ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વૈશાખ સુદ અખાત્રીજ, અક્ષ્ાય તૃતીયાનો દિવસ શુભ ગણાતા આ દિવસે વિવિધ શુભકાર્યો કરવામાં આવે છેલ અક્ષ્ાય તૃતીયા એ હિન્દુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ દિવસને પવિત્ર માનવામાં આવે છે.લોકો વિવિધ ધાર્મિક અને શુભ કાર્યો કરે છે.અક્ષ્ાય એટલે શાશ્ર્વત જે કાયમ રહે છે, જેનો ક્ષય નથી તેવું અને તૃતીય એટલે શુકલ પક્ષના ત્રીજો દિવસ. આ દિવસે કરેલા પુણ્ય કાર્યોનું ફળ અક્ષય છે.
આ દિવસે કરેલા શુભ કાર્યોના પૂણ્યનુ ભાથું કાયમ રહે છે અને ક્યારેય સમાપ્ત થતું નથી. આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. લોકો નવા ધંધાકીય સાહસ, ગૃહપ્રવેશ, માંગલિક પ્રસંગો આ દિવસે કરે છે. તેમજ વૈશાખ સુદ-3 ના દિવસે પૂરા સમગ્ર દેશમાં શ્રી પરશુરામ જયંતીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસ ભગવાનશ્રી વિષ્ણુને સમર્પિત છે. જેઓ ત્રણે દેવોમાં બ્રહમાંડના સંરક્ષ્ાક છે. પૌરાણિક કથાનુસાર ત્રેતાયુગની શરૂઆત પણ આજના દિવસે થઈ હતી. આ દિવસે ભગવાન વિષ્ણુએ છઠૃા અવતાર તરીકે શ્રી પરશુરામ તરીકે જન્મ લીધો હતો.પરશુરામે એકપણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ ર્ક્યો હતો. પરશુરામનું આ પરાક્રમ જોઈને શિવજીએ તેમને અસ્ત્ર-શસ્ત્ર પ્રદાન ર્ક્યા, તેમાંથી એક શસ્ત્ર પરશુ હતું તે શસ્ત્ર પરશુરામને અત્યંત પ્રિય હતું. તેથી તે અસ્ત્રને પ્રાપ્ત ર્ક્યા પછી તેમનું નામ પરશુરામ પડયું.