ખાસ-ખબર સંવાદદાતા
68- રાજકોટ (પૂર્વ) વિધાનસભાના ધારાસભ્ય ઉદય કાનગડએ કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જાહેર થયેલા ગુજરાતમાં આગામી રાજયસભાની ચૂંટણી માટે જાહેર થયેલા ઉમેદવારો સર્વે જે. પી. નડ્ડાજી, મયંકભાઈ નાયક, ગોવિંદભાઈ ધોળકીયા, જશવંતભાઈ પરમારને અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવતાં જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ્ા જે. પી. નડ્ડાજી 2014માં રાજયસભાના સાંસદ બન્યા હતા. 2019માં તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીણી અધ્યક્ષ્ા અને 2020માં તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ્ા તરીકે વરણી કરાઈ હતી. ગોવિંદભાઈ ધોળકીયા લેઉવા પટેલ સમાજના અગ્રણી નેતા છે, જશવંતસિહ ગોધરા શહેરના જાણીતા તબીબ છે અને પંચમહાલ બક્ષ્ાીપંચ મોરચાના કારોબારી સભ્ય છે તેમજ મયંકભાઈ નાયક હાલ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મંડલ સ્તરેથી પ્રદેશ સ્તર સુધી પાર્ટીમાં કામગીરીનો બ્હોળો અનુભવ ધરાવનાર મયંકભાઈ નાયક સંગઠન ક્ષ્ોત્રે બહોળો અનુભવ ધરાવે છે. ડબલ એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવનાર મયંકભાઈ નાયક વર્ષોથી પાર્ટીના વિવિધ હોદા પર જવાબદારીઓનું વહન કરી ચુક્યા છે. ભાજપમાં સામાન્ય કાર્યર્ક્તા તરીકે જોડાયા હતા અને સંગઠનમાં રહીને તમામ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તેમણે સક્રિયતાથી કામ ર્ક્યું છે. ત્યારબાદ તેમને મહેસાણા તાલુકા પંચાયતની લાખવડ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી હતી. જેમાં દોઢ હજાર કરતા વધુ મતથી વિજયી થયા હતા. અત્યાર સુધી તેઓએ ભાજપમાં અનેક મોરચે જવાબદારી સંભાળી છે. પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના મહામંત્રી અને ત્યારબાદ હાલ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સાથોસાથ ગાંધીનગર લોક્સભાના પ્રભારી અને મન કી બાત ગુજરાત પ્રદેશની ટીમના ઈન્ચાર્જ પણ છે. આ ઉપરાંત વિવેકાનંદ યાત્રા, સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ જેવા કાર્યક્રમોમાં ગુજરાતના ઈન્ચાર્જ તરીકે પણ કાર્યરત થઈ ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા નિષ્ઠાથી કામ કરનાર મયંકભાઈ નાયકને રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે તે બદલ મયંકભાઈ નાયકની આ નવી સફર, નવા દાયિત્વ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવી શુભકામનાઓ પાઠવતા 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ અંતમાં આગામી રાજયસભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારો જે.પી. નડ્ડાજી, મયંકભાઈ નાયક, ગોવિંદભાઈ ધોળકીયા, જશવંતભાઈ પરમારને અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવી હતી.