ખાસ-ખબર સંવાદદાતા
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. 68-રાજકોટ (પૂર્વ) વિધાનસભામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 4માં મોરબી રોડ જકાતનાકા પાસે નવનિર્મિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના કાર્યકાળમાં છેલ્લા દાયકા દરમિયાન દેશનો સર્વાંગી વિકાસ થયો છે અને દરેક ક્ષેત્રનો અભૂતપૂર્વ કાયાકલ્પ થયો છે. નરેન્દ્ર મોદીની ગેરંટીનો ઉદ્દેશ સમાજના છેલ્લા પગથિયે ઉભેલા દેશવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકાર દ્વારા દેશ અને રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્દઢ, સુલભ અને સુસજજ બનાવવામાં આવી રહી છે અને તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓનું સુદ્દઢીકરણ અતિઆવશ્યક છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
- Advertisement -
રાજ્યમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલથી સિવિલ હોસ્પિટિલની માળખાકીય સુવિધાઓ અને સેવાઓને ઉત્તરોત્તર શ્રેષ્ઠ બનાવવામાં આવી રહી છે. ટેકનોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને દૂર અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડમાં અદ્યતન આરોગ્ય કેન્દ્રની સુવિધાથી વિસ્તારના રહેવાસીઓને લાભ મળી રહ્યો છે અને વોર્ડ-4 મોરબી રોડ વિસ્તારમાં અદ્યતન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી વોર્ડ-વિસ્તારના 65 હજારથી વધુ લોકોને લાભ મળશે.
આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો કાળુભાઈ કુગશીયા, પરેશ પીપળીયા, કંકુબેન ઉધરેજા, શહેર ભાજપ મંત્રી નયનાબેન માલી, વોર્ડ સંગઠનના હોદ્દેદારો વોર્ડપ્રભારી જે. ડી. ભાખર, વોર્ડપ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરત લીંબાસીયા, હીતેશ મઠીયા તેમજ કાનાભાઈ ઉધરેજા, પ્રવીણભાઈ પટેલ, વિનોદ જાની, જનક કુંગશીયા, ચંદુભાઈ ભંડેરી, નરેશ ચૌહાણ, મોન્ટુ વીસરીયા, અનીલ શ્રીમાળી, રવી ગોહેલ, વિજય લીંબાસીયા, રાજેશ્રીબેન માલવીયા, મનીષાબેન સેરશીયા, વર્ષાબેન વાળા સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.