આટલી ઊંચાઈ પર આવેલી જગ્યામાં ચાલતાં અન્નક્ષેત્ર અને સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થતાં ધારાસભ્ય
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતાર બાપુની જગ્યાની ધારાસભ્ય સંજય કોરડીયાએ મુલાકાત લીધી હતી અને દાતાર બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી નવનિયુક્ત ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા ત્યારે પ્રથમ વખત ઉપલા દાતારની જગ્યાના મહંત પૂ.ભીમબાપુ સાથે મુલાકાત કરી હતી અને ઉપલા દાતાર પર્વત પર ગૌ શાળા અને અવિરત ચાલતા અન્નક્ષેત્ર સાથે સેવાકીય પ્રવૃત્તિથી ધારાસભ્ય પ્રભાવિત થયા હતા આ મુલાકાત વેળાએ તેમની સાથે ભાજપના અગ્રણી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વે ડિરેકટર યોગીભાઈ પઢીયાર અને વિશ્વ હિન્દુ પરિષદના રૂપારેલીયા વગેરે મિત્રો હાજર રહ્યા હતા.