દેવસ્થાન સમિતિનો અણઘડ વહીવટ: બેટ દ્વારકા મંદિરનો રૂટ ડાયવર્ટ કરાતાં વેપારીઓ અને યાત્રાળુને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો
ડાયવર્ટ કરેલા રસ્તાથી યાત્રિકોને ચપ્પલ અને મોબાઈલ રાખવા તકલીફો પડી રહી હતી સાથે વેપારીઓનાં રોજગાર પર અસર થઈ હતી
- Advertisement -
ધારાસભ્ય પબુભા માણેક અને પોલીસને વેપારીઓએ રજૂઆત કરતાં ડાયવર્ટ કરેલા રસ્તાને તાત્કાલિક રાબેતા મુજબ ખુલ્લો મૂકાયો
ખાસ-ખબર સંવાદદાતા
યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે આખા વર્ષ દરમિયાન રજાઓ અને પર્વ નિમિત્તે યાત્રિકોનો ઘસારો વધી જાય છે ત્યારે આ ઘસારાને પહોંચી વળવા સ્થાનિક તંત્ર દેવસ્થાન સમિતિ, ઓખા નગરપાલિકા સૌને સાથે મળીને સુચારું રૂપથી વ્યવસ્થાઓ કરવાની હોય પરંતુ અહીં ઉલટી ગંગા વહી હતી. દેવસ્થાન સમિતિએ બેટ દ્વારકા મંદિરમાં જતા રસ્તાને ડાયવર્ટ કર્યો હતો જેના લીધે યાત્રાળુઓ અને વેપારીઓની મુશ્કેલી વધી હતી. જો કે, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મધ્યસ્થી કરતા રાબેતા મુજબ થઈ ગયું છે. બેટ-દ્વારકા દેવસ્થાન સમિતિ યાત્રિકોની વ્યવસ્થાઓ ઊભી કરવાના બદલે યાત્રિકોની સગવડતાઓમાં રોડા નાખ્યા હતા.
- Advertisement -
દેવસ્થાન સમિતિ ઉપાધ્યક્ષ સમીર પટેલના અણધડ વહીવટના પગલે યાત્રિકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ડાયવર્ટ કરેલા રસ્તાથી યાત્રિકોને તો ચપ્પલ રાખવા કે મોબાઈલ રાખવાની તકલીફો પડી જ રહી હતી સાથે સાથે નાના વેપારીઓની પણ મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારબાદ ધારાસભ્ય પબુભા માણેક સહિત વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પોલીસ સમક્ષ રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. ત્યારે પી.એસ.આઇ વાજાએ પરિસ્થિતિનો ખ્યાલ રાખીને યાત્રિકો માટે રસ્તો ખોલી આપ્યો હતો અને નાના વેપારીઓની મુશ્કેલીઓનો હંગામી અંત આવ્યો હતો. દેવસ્થાન સમિતિના આ પગલાંથી યાત્રિકો અને બેટના નાના ધંધાર્થીઓમાં ભારે રોષ પેદા થયો છે.
મંદિરનાં અરબોનાં ખજાના અંગે ટ્રસ્ટીઓનું મૌન
ઉલેખનીય છે કે યાત્રાધામ બેટ-દ્વારકા મંદિરનું દેવસ્થાન સમિતિ સંચાલન કરે છે ત્યારે મંદિરનાં અરબો-ખરબોનાં ખજાના અંગે સ્થાનિક 4 ટ્રસ્ટીઓ અને હોદેદારોએ મૌન સેવી લીધું છે! આ ઉપરાંત યાત્રિકો અનેક રીતે પરેશાન થઈ રહ્યા છે ઉપરાંત મંદિરનાં પુજારીઓ અને બ્રાહ્મણો પણ આ સમિતિનાં સમીર પટેલ અને સભ્યોનાં વલણથી તંગ આવી ગયા છે.
MLAની એન્ટ્રીથી સમીર-દિનેશની મેલી મુરાદ ઉપર પાણી ફરી વળશે?
બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ સમીર પટેલ કે જે લઠાકાંડનો આરોપી છે અને સ્થાનિક કારકૂન દિનેશ બદિયાણી ઉપરાંત 4 સ્થાનિક ટ્રસ્ટીઓ મંદિરને પ્રાઈવેટ પેઢી સમજીને અનેક પાપાચાર રચી રહ્યા છે. ત્યારે હિન્દુ આસ્થાનાં પવિત્ર સ્થાન એટલે કે બેટ-દ્વારકા મંદિરની આભા,પવિત્રતા અને ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે અને બહારથી આવતા યાત્રિકોને સરસ દર્શન થઈ શકે ઉપરાંત યાત્રિકોની સવલતો ઉભી થાય તે માટે શિવ ભકત ગૌ ભકત અને ધારાસભ્ય પબુભા માણેક તાત્કાલીક બેટ-દ્રારકા દોડી આવ્યા હતા અને સ્થાનિક આગેવાનો, પુજારીઓ, ઙજઈંને સાથે રાખીને સમીર પટેલ અને દિનેશ બદિયાણીને કડક શબ્દોમાં સુચનાઓ આપતા બન્ને સ્થિતિ જોવા લાયક બની હતી.