ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિધાનસભા- 68-રાજકોટ, વોર્ડ-6 માં રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા અનમોલ પાર્કથી ગોકુલ વિદ્યાલય સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુર્હુત ધારાસભ્ય ઉદય કાનગડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે વિસ્તારની નાની બાળાઓ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ ઉપસ્થિત અગ્રણીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનીક આગેવાનો ધ્વારા ઉપસ્થિત આગેવાનોનું ઉષ્માસભર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ધ્વારા જયા માનવી ત્યાં સુવિધા ના મંત્રને ચરિતાર્થ કરીને છેવાડાના માનવીનું જીવન સુખ અને સુવિધાસભર બને તે માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુક્વામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પાઈપલાઈનની સુવિધાથી વોર્ડ નં.6 ના રહેવાસીઓની સુખ અને સુવિધામાં વધારો થશે.