બીપીએલ વિસ્તારમાં 11 પરિવારોને નવરાત્રી પહેલા દિવાળી જેવી ખુશી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના કોટડી ગામમાં વીજળી વિહોણા 11 પરિવારના લોકોને પરિવાજનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના તાત્કાલિક પરિણામે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી રકમ મંજૂર કરાવી 11 ઘરોમાં વીજળી મીટર લગાવવાની કામગીરી કરાવી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વીજળીની સુવિધા મળતા પરિવારોમાં નવરાત્રી પહેલાં જ દિવાળી જેવો આનંદનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી લયક્ષીશક્ષયહુ જનપ્રતિનિધિ તરીકે પરિવારોની વ્હારે આવ્યા હતા. કાર્યક્રમમાં પીજીવીસીએલ સ્ટાફ ઉપરાંત ભાજપના તાલુકા પ્રમુખ ધીરુભાઈ નકુમ, તાલુકા મહામંત્રી વીરભદ્રભાઈ ડાભિયા, મુકેશભાઈ ગુજરીયા, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ક્ધવીનર સાગરભાઈ સરવૈયા, શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ, ધારાસભ્યના પીએ કાનાભાઈ ગોહિલ, નગરપાલિકા દંડક કૈલેશભાઈ શિયાળ, જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ગુજરીયા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.