સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ મંત્રી લાલરિનપુઇએ જણાવ્યું હતું કે કાયદો ફક્ત પ્રતિબંધ વિશે જ નથી પરંતુ આજીવિકાની તકો દ્વારા લાંબા ગાળાની સહાયક પ્રણાલીઓ બનાવવા વિશે પણ છે.
મિઝોરમ વિધાનસભામાં વિપક્ષી સભ્યોના વાંધાઓ વચ્ચે રાજ્યમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર કરવામાં આવ્યો. બુધવારે ગૃહમાં ‘મિઝોરમ ભીખ માંગવા પર પ્રતિબંધ’ બિલ, 2025 રજૂ કરતા રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ કહ્યું કે, તેનો હેતુ ફક્ત ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ ભિખારીઓને કાયમી આજીવિકાના વિકલ્પો પૂરા પાડીને તેમને મદદ અને પુનર્વસન કરવાનો પણ છે.
- Advertisement -
મિઝોરમમાં વધતી ભિખારી પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આપણું રાજ્ય ખૂબ જ ભાગ્યશાળી છે, અહીંની સામાજિક રચના, ચર્ચ અને NGOની ભાગીદારીથી રાજ્યમાં લાગુ કરવામાં આવી રહેલી કલ્યાણકારી યોજનાઓને કારણે રાજ્યમાં ભિખારીઓની સંખ્યા ખૂબ ઓછી છે.
બીજા રાજ્યોમાંથી આવતા ભિખારીઓનો ભય
તેમણે કહ્યું કે સૈરાંગ-સિહમુઆઈ રેલ્વે સ્ટેશનના લોકાર્પણ પછી અન્ય રાજ્યોમાંથી મિઝોરમમાં ભિખારીઓ આવવાની શક્યતા વધશે. આ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન 13 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. લાલરિનપુઈએ કહ્યું, “સરકાર માને છે કે યોગ્ય નિયમનકારી માળખા દ્વારા તે રાજ્યને ભિખારીઓથી મુક્ત રાખી શકે છે.”
ભિખારીઓ માટે ‘રીસીવીંગ’ સેન્ટર
મંત્રીએ કહ્યું કે સરકાર રાજ્ય સ્તરીય ‘રાહત બોર્ડ’ ની સ્થાપના કરશે, જે ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવા માટે ‘રીસીવીંગ’ કેન્દ્રોની સ્થાપના કરશે. તેમણે કહ્યું કે ભિખારીઓને પહેલા ‘પ્રાપ્તિ’ કેન્દ્રમાં રાખવામાં આવશે અને 24 કલાકની અંદર તેમને તેમના વતન અથવા રાજ્યોમાં મોકલવામાં આવશે.
- Advertisement -
‘આ બિલ ખ્રિસ્તી ધર્મ માટે હાનિકારક છે’
મંત્રીએ કહ્યું કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ, રાજ્યની રાજધાની આઈઝોલમાં બિન-સ્થાનિકો સહિત 30થી વધુ ભિખારીઓ છે. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના નેતા લાલછંદમા રાલ્ટે સહિત વિપક્ષી સભ્યોએ કહ્યું કે આ બિલ ખ્રિસ્તી ધર્મ માટે હાનિકારક છે અને રાજ્યની પ્રતિષ્ઠાને કલંકિત કરશે. વિધાનસભા દ્વારા લાંબી ચર્ચા બાદ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેમાં લાલદુહોમા સહિત 13 સભ્યોએ ભાગ લીધો હતો.