- ન્હાવાના પાણીમાં મિક્સ કરો દૂધ
- મિલ્ક બાથના ફાયદા જાણીને ચોંકી જશો
- દૂધથી કેટલીક સ્કીન સમસ્યા થઇ જશે દૂર
તમે સાંભળ્યું હશે કે જુના જમાનામાં રાજા રાણીએ દુધથી નહાતા હતા. તમે પણ રાજા રાણીની જેમ મિલ્ક બાથ લઇ શકો છો. દૂધથી નાહ્યા બાદ તમે વિશ્વાસ નહી કરો તેવા ફાયદા થશે. આ ફાયદા માટે તમારે ન્હાવાના પાણીમાં માત્ર એક વાટકી દૂધ ઉમેરવાનું છે.
- Advertisement -
મિલ્ક બાથના ફાયદા
તમે એક વાટકી દૂધ કે મિલ્ક પાઉડર ન્હાવાના પાણીમાં નાંખી દેશો તો તમને ઘણા ફાયદા થશે. નારિયેળનું દૂધ, બકરીનું દૂધ, કે ભેંસનું દૂધ પણ લઇ શકો છો.
- Advertisement -
- દૂધમાં રહેલ પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ અને લેક્ટિક એસિડ ડ્રાઇ સ્કીનને હીલ કરે છે અને ડેડ સેલ્સ સાફ કરવામાં મદદ કરે છે.
- એક સ્ટડી અનુસાર મિલ્ક બાથથી એક્ઝિમા જેવા સ્કિન ઇન્ફેક્શનમાંથી રાહત મળે છે.
- ન્હાવાના પાણીમાં દૂધ મિક્સ કરવાથી સોરાયસિસના લક્ષણોમાં કમી આવી શકે છે. આ લક્ષણોમાં ખંજવાળ, ત્વચા પર ચકતા પડવા વગેરે સામેલ છે.
- જો તમે પોઇઝન IVY છોડના સંપર્કમાં આવ્યા છો અને ખંજવાળ લાલિમા કે ઇંફ્લામેશન થઇ રહી છે તો મિલ્ક બાથ લેવાથી રાહત મળી શકે છે.
- દૂધમાં રહેલા વિટામિન એ, વિટામિન ડી, પ્રોટીન, ફેટ, એમિનો એસિડ કે સનબર્નથી પ્રભાવિત ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે.