સોરઠમાં બે દિવસથી વહેલી સવારે ઝાકળ વર્ષાનું આગમન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેમાં ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.ત્યારે છેલ્લા બે દિવસથી ઝાકળ વર્ષાનું આગમન થયું છે જાણે વરસાદી માહોલ સર્જાયો હોય તેવો આકાશી નજારો જોવા મળતા ખેતી પાકને નુકશાન થવાની ભીતિ જોવાઈ રહી છે.એક તરફ વરસાદે વિરામ લીધા બાદ ગરમીનો પારો ઉંચકતા લોકો અકળાઈ ઉઠ્યા છે તો બીજી તરફ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પાડવાની સંભાવના જોવા મળી રહી છે.હાલ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા વાઇરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે અને દર્દીઓથી હોસ્પિટલ ઉભરાય રહી છે જેમાં બાળકોને વધુ અસર જોવા મળી છે.શરદી, કફ, તાવ સાથે ઝાડા ઊલટીના કેસ વધ્યા છે.