ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદમાં રહેતો પરિવાર મોરબીના જેતપર ગામે માતાજીના માંડવામાં ગયો હોય દરમિયાન બાળકી ભાગ લેવા ગયા બાદ પરતના ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસની ટીમે તપાસ હાથ ધરીને બાળકીને શોધી કાઢી હતી.
- Advertisement -
હળવદના કુંભાર દરવાજા નજીક રહેતા મુનાભાઈ દુદાભાઈ ગોલતરે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબીના જેતપર ગામે સગા રણછોડભાઈ સવાભાઇ પરસાડીયાના ઘરે માતાજીનો માંડવો હોય જે થી પરિવાર સાથે બધા ગયા હોય અને દીકરી જીયાંશી (ઉ.4 વર્ષ ) તથા બંને દીકરા કાનો તથા પ્રથમ તેની માતા ભાવનાબેન પાસે હતા બપોરના સુમારે રણછોડભાઈના મકાનની સામે ભરવાડ સમાજની વાડી એ જમણવાર હોય ત્યાં પત્ની ભાવનાબેન બંને દીકરાને લઈને આવેલ અને જીયાંશી હોવામાં આવેલ નહિ જેથી જીયાશી ક્યા છે તેમ પૂછતા જણાવેલ કે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ભાગ લેવા માટે પૈસા લઇ ગયેલ બાદ પરત આવેલ નથી તેમ જણાવેલ બાદમાં પિતા અને ભાઈ સહિતનાને જાણ કરી હતી તો જેતપર ગામના લોકો ને પણ જાણ થતા જીયાંશીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ જીયાશી મળી ના આવતી હતીં તો રામજી મંદિર અને પીજીવીસીએલની ઓફીસના સીસીટીવી કેમેરામાં જીયાશી હતી.
હોવાના દર્શ્યો કેદ થયા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જે તપાસ દરમિયાન પી આઈ એસ કે ચારોલ, પી એસ આઈ ભાનુબેન બગડા સહિતની ટીમે અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગાળા ગામના પાટિયા નજીક થી બાળકી મળી આવી હોવાની માહિતી મળી છે.તો વધુ બાળકીને પોલીસ મથકે લાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.