– કનુભાઈ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ
નવી સરકારના મંત્રીઓને જિલ્લા પ્રભારીમંત્રીની કામગીરી સોંપાઈ છે, વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી બનાવાયા છે. કનુભાઈ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપાઈ છે.
- Advertisement -
હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી બનાવાયા
વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લાની પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. કનુભાઈ દેસાઈ સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ, ખેડા તેમજ આણંદની ઋષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. રાઘવજી પટેલને જૂનાગઢ અને રાજકોટના તેમજ બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાની જવાબદારી આપવામાં આવી છે. કુંવરજીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ મૂળુ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને દાહોદ અને પંચમહાલ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે.
જગદીશ પંચાલને મહેસાણા અને પાટણની જવાબદારી સોંપાઈ
ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ જગદીશ પંચાલને મહેસાણા અને પાટણની જવાબદારી અપાઈ છે. પરસોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથની જવાબદારી આપવામાં આવી છે. બચુભાઈ ખાબડની મહિસાગર, અરવલ્લી, મુકેશ પટેલને વલસાડ અને તાપી અને પ્રફુલ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. ભીખુસિંહ પરમારને છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના પ્રભારી બનાવાયા છે તેમજ કુંવરજી હળપતીને ભરૂચ, ડાંગ જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે