રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની જૂનાગઢ મુલાકાત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ જૂનાગઢની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોમાં સહભાગી બની વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જૂનાગઢની આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજિત ’શિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં મંત્રીએ હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાતા વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્ત થઈ જીવનમાં ઉન્નતિ સાધવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીનીઓ સાથે મુક્તમને સંવાદ સાધતા તેમની પરીક્ષાલક્ષી મૂંઝવણોના વ્યવહારૂૂ ઉકેલો સૂચવ્યા હતા. ત્યારબાદ તેમણે પીએમ શ્રી પ્રાથમિક ક્ધયા શાળા નંબર 4ની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીશ્રીની એક અલગ જ છબી જોવા મળી હતી. તેમણે વિદ્યાર્થીનીઓ સાથે જમીન પર બેસીને મધ્યાહન ભોજન લીધું હતું અને મેદાનમાં તેમની સાથે ખો-ખો રમીને રમતગમત પ્રત્યે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન મંત્રીએ મહત્વની બાબતો પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર રહી મેદાનમાં રમે તે માટે રુચિ કેળવવી જરૂૂરી છે. રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પાઠ્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, કલા વારસો અને જ્ઞાન પરંપરાને વિશેષ સ્થાન આપવામાં આવશે. મુલાકાત દરમિયાન મંત્રીએ શાળાના વિજ્ઞાન પ્રોજેક્ટ્સ અને ગ્રીનહાઉસનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે પીએમ પ્રાથમિક ક્ધયા શાળા નંબર 4ના શતાબ્દી મહોત્સવની તકતીનું અનાવરણ કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. વધુમાં, શાળાની જ વિદ્યાર્થીની કુ. પ્રીતિબેન ગુજરાતી દ્વારા લખાયેલ બાળવાર્તાની પુસ્તિકાનું વિમોચન કરી બાળપ્રતિભાને બિરદાવી હતી.



