મહિલા અને બાળ વિકાસ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ તેમના જન્મદિનની ઉજવણી ગાંધીનગરની સેકટર -6 આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે કરી હતી.
- Advertisement -
આ તકે મંત્રીનું કિશોરીઓ તેમજ બાળકોના વાલી દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળસહજ રીતે મંત્રીએ બાળકોની સાથે કેક કાપી, વાતો કરી તેમને જન્મદિવસની ઉજવણીનો પ્રતિક રૂપે રિટર્ન ગીફ્ટ તેમજ ફુટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોમાં ધાત્રી, કિશોરીઓ અને વાલીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા આંગણવાડી વધુ હરિયાળી બંને તે માટે વૃક્ષારોપણ પણ કરવામા આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસના સચિવ અને કમિશ્નર કે.કે.નિરાલા(આઈ.એ.એસ), અધિક સચિવ ડો.રંજિત કુમાર (આઈ.એ.એસ.), નાયબ સચિવ અને નિયામક મહિલા વિંગના ડો.જાસ્મિન હસરત, જેન્ડર રિસોર્સ સેન્ટરના નિયામક શ્રીમતી અવંતિકા દરજી, વિભાગીય નાયબ નિયામક ઈલાબા રાણા, તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.