ગેરકાયદે લાઇમસ્ટોન ખનન પર પોરબંદર કલેક્ટર ધાનાણીનું કડક એક્શન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે લાઇમસ્ટોન ખનનને કાબુમાં લેવા માટે આજે ખાણખનીજ વિભાગે એવી કાર્યવાહી અંજામ આપી કે જેને સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના સંકલન સાથે નાગકા-બાવળવવા વિસ્તાર ખાતે વિશાળ સ્તરે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે એક પછી એક 15 લોકેશન પર સપાટો બોલાવી ગેરકાયદે ખનન તથા તેનો પરિવહન કરાતી મશીનરીને સ્થળ પર જ કાબૂમાં લેતા કુલ 38 જેટલી મશીનરી જપ્ત કરી હતી. કબ્જે કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત લગભગ ₹1.70 કરોડ જેટલી હોવાનું વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. આ કાર્યવાહી માટે અગાઉ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે ઇનપુટ લીક ન થાય તે માટે વિભાગે સંપૂર્ણ ગુપ્તતા રાખી હતી. બપોરના સમયે અચાનક જ નાગકા-બાવળવવા માર્ગે વિભાગની અનેક ટીમો ત્રાટકતા ખાણ વિસ્તારમાં ગેરકાયદે લાઇમસ્ટોન ખોદકામ ચાલતાં અનેક સ્થળોએ નંગા હાથ પકડી પાડ્યા હતા. ટીમે ૠઙજ આધારિત 15 લોકેશન માર્ક કરીને ત્યાં ચાલતું ખનન તાત્કાલિક બંધ કરાવ્યું અને તમામ મશીનરીને કાયદેસર સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન લોકેશન 1 થી લઈને લોકેશન 15 સુધી એક પછી એક સ્થાનો પર ચકરડી મશીનો, ઉંઈઇ, હિટાચી, ટ્રેક્ટર, ટ્રક અને જનરેટર જેવી મશીનરી મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે ખનન માટે વપરાતી જોવા મળી હતી. વિભાગે 24 ચકરડી મશીન, 2 જનરેટર, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 ઉંઈઇ તથા 2 હિટાચી મશીન સહિત કુલ 38 મશીનરી સીઝ કરી હતી. આ તમામ મશીનરી ખનન સ્થળેથી દૂર ખસેડી સત્તાવાર પોસેશનમાં રાખવામાં આવી છે. ગેરકાયદે ખનન રોકવા માટે સરકાર દ્વારા કડક ધોરણો હોવા છતાં કેટલાક ખનન માફિયા રાત્રિના અંધારામાં તેમજ સૂર્યોદય પૂર્વે ખનન કાર્ય ચાલુ રાખતાં હોઈ, સ્થાનિક કુદરતી સંસાધનો તથા પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી હતી. આજે થયેલી કાર્યવાહીથી આવા તત્વોમાં ભારે દોડધામ મચી હતી. કેટલાક ટ્રક અને ટ્રેક્ટરના માલિકોએ સ્થળ પર જ ઈૠખ ૠયજ્ઞ ખશક્ષય આા મારફતે ઓનલાઇન દંડ ભરવા સહમતિ દર્શાવી તાત્કાલિક દંડ ભર્યો હતો. કુલ 3 ટ્રક અને 2 ટ્રેક્ટર માલિકો દ્વારા ઓનલાઇન દંડકિય રકમ ભરાવી દેવામાં આવી છે. જ્યારે બાકીની મશીનરી સીઝ કરી પોરબંદર ખાણખનીજ વિભાગના કબ્જામાં રાખવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી નાગકા-બાવળવવા વિસ્તાર ગેરકાયદેસર લાઇમસ્ટોન ખનનનું હોટસ્પોટ બની ગયું હતું. અનેક વાર સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો આપવા છતાં ખનન તત્વો પોતાની પદ્ધતિઓ બદલતા રહી વિભાગને ચોક્કસ ઇનપુટ મળતો ન હતો. તાજેતરમાં મળેલી ચોક્કસ માહિતીના આધારે કલેક્ટરની મંજૂરી સાથે આકસ્મિક રેડ યોજવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન ૠઙજ લોકેશન, ફોટોગ્રાફીક એવિડેન્સ તથા વિડિયો રેકોર્ડિંગ પણ લેવામાં આવ્યાં છે, જે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉપયોગમાં લેવામાં આવશે. વારંવારની તકલીફો તથા પર્યાવરણનો નાશ જોતા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હવે ગેરકાયદે ખનન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. ગેરકાયદે ખનન કરનારા તેમજ તેની મશીનરી પ્રદાન કરનારા તમામ સામે ખનન અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે થયેલી મેગા કાર્યવાહીથી ખાણ માફિયા પર મોટો પ્રહાર થયો છે. જિલ્લાના ખાણ વિસ્તારોમાં આ કાર્યવાહીથી અન્ય ગેરકાયદે ખનન કરનારા પર પણ માનસિક દબાણ સર્જાયું છે. સ્થાનિક લોકોમાં પ્રશાસનની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને પર્યાવરણના રક્ષણ માટે આવી કાર્યવાહી નિયમિત થવી જોઈએ એવી માંગ પણ ઉઠી રહી છે. ખાણખનીજ વિભાગના કહેવા મુજબ આગામી દિવસોમાં પણ આવા અચાનક ચેકિંગ ઓપરેશનો ચાલુ રહેશે. ગેરકાયદે ખનનથી થતા પર્યાવરણના વિનાશને રોકવા અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા જિલ્લાની ટીમ વધુ સક્રિય દેખાશે. આજે પકડાયેલી મશીનરી તથા દંડ વસૂલીથી સ્પષ્ટ થાય છે કે પોરબંદર જિલ્લા પ્રશાસન ગેરકાયદે ખનન સામે હવે વધુ સખત વલણ અપનાવવામાં અડગ છે.



