ખનીજચોરીની અનેક ફરિયાદ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગે વાહનો સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાથમિક તબક્કે આ ખનીજચોરી ગુલાબ ઠેબા કરી રહ્યો હોવાનું ખૂલ્યું
માપણી બાદ કેટલું ખનીજ ચોરાયું છે તેનો હિસાબ કરી દંડ ફટકારાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરથી માત્ર 15 કિ.મી. દૂર આવેલા લોધિકા તાલુકાના હરીપર(તરવડા) અને ચીભડાની સીમ વચ્ચે ઘણા સમયથી ખનીજચોરીની ફરિયાદો ઊઠી હતી. જેને લઈને ખાણખનીજ વિભાગે તપાસ કરી બુધવારે બપોર બાદ ઓચિંતી રેડ કરી હતી જેમાં ગામના સીમાડે જ ખોદકામ ચાલુ જોવા મળ્યું હતું. સ્ટાફ આવતા જ દોડાદોડી થઈ ગઈ હતી. પણ વાહનો હટી શક્યા ન હતા અને એક જેસીબી કંપનીનું લોડર મશીન, એસ્કેવેટર અને બે ટ્રક સહિત 50 લાખ રૂપિયાના વાહનો જપ્ત કરીને લોધિકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે આ ખનીજચોરી ગુલાબ ઠેબા કરી રહ્યો હોવાનું ખુલ્યું છે. આ વિસ્તારમાં હવે ખાણખનીજ વિભાગ માપણી કરીને કેટલું ખનીજ ચોરાયું છે તેનો હિસાબ કરી દંડ ફટકારાશે.
- Advertisement -
પેનલ્ટી ભરવા સહમત નહીં થાય તો કાર્યવાહી થશે
ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક અંકિત ભટ્ટે જણાવ્યુ હતુ કે ખોદકામ થયેલા વિસ્તારની માપણી કરીને પેનલટી ફટકારવામાં આવશે જો પેનલટી ભરવા ખનીજમાફિયા સહમત નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.