ધોળિયા અને ખાખરાળા ગામેથી કોલસાનું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટના રાજીનામા બાદ જાણે ખનિજ માફિયાઓને ખનન કરવામાં છૂટોદોર મળી ગયો હોય તેમ કોલસાની ખનિજ ચોરી ધમધમી ઊઠી હતી. દિન દહાડે તંત્રના ડર વગર ચાલતા જિલ્લામાં કોલસાના બેરોકટોક ખનન અને ખનીજની હેરફેર નજરે પડી રહી છે ત્યારે હવે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ ફરી એક વખત નીંદરમાંથી જાગ્યું છે અને મૂળી પંથકમાં બે સ્થળો પર ચાલતી કોલસાની ખનિજ ચોરી ઝડપી પાડી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગત 29 નવેમ્બરના રોજ મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડો કરી ચરખી, ટ્રેકટર, ખનિજ(કોલસા)નો જથ્થા સહિત કુલ 5.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે આ ખનિજ ચોરી કરતા પ્રકાશ હકાભાઇ પાટડિયા, પ્રકાશ થાવરસિંગ ભીલ, પ્રકાશ રમેશભાઈ બામણીયા ઇમરાન પ્રેમલા ડામોરને ઝડપી લીધા હતા જ્યારે હકાભાઈ ધરમશિભાઈ પાટડિયા, યુવ્રજભાઈ કાઠી તથા માફાભાઈ વરજાંગભાઈ ભરવાડ હાજર નહિ મળી આવતા કુલ સાત શખ્સો વિરુધ્ધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે બાદ બીજા દિવસે એટલે કે 30 નવેમ્બરના રોજ ધોળિયા ગામના સીમ વિસ્તારમાં પણ ખાણ ખનીજની ટીમ દ્વારા ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડો કરાયો હતો જેમાં કુલ ત્રણ કોલસાના કૂવામાંથી ચરખી, લોખંડના પાઇપ તથા કોલસાનો જથ્થા સહિત 5.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જ્યારે આ દરોડા દરમિયાન કોલસાની ખાણ ચલાવતા જુવાનસિંગ પુનમસિંગ ચૌહાણ, મહેન્દ્રસિંહ બાબુસિંગ રાજપૂત, કાલુસિંગ હરિસિંહ ગેલોત, દેવિસિંહા મેડસિંહા રાવત, રણજીતભાઇ મજેઠિયા સહિત પાચ ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ખનિજ વિભાગે ફરિયાદમાં કાચું કાપ્યું
મૂળી તાલુકાના ખાખરાળા ગામે 29 નાવેમારના રોજ કોલસાની ખાણમાં દરોડો કરી ઝડપાયેલ ચાર મજૂરોની પૂછપરછ કરી કોલસાની ખાણ ચવલવનાર ઈસમ તરીકે ફરિયાદમાં દર્શાવેલ યુવરાજ કાઠી રહે: દુધઈ, મૂળી વાળાને દર્શાવાયેલ છે જેની સામે મોબાઇલ નંબર પણ ટાકેલો છે પરંતુ ખનિજ વિભાગે કોઈપણ જાતની તપાસ કર્યા વગર ઝડપાયેલ મજૂરોએ આપેલ નામ ફરિયાદમાં ઉમેરી દીધું હતું ખરેખર જે યુવરાજ કાઠીનું નામ ઉમેર્યું હતી. મોબાઇલ નંબર હુવા છતાં કોઈપણ પ્રકારની પૂર્ણરૂપે તપાસ કર્યા વગર ફરિયાદમાં નામ જોડી દેતા કોલસાની ખાણ સંચાલકના ખોટા નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરી બચાવવાના પ્રયાસ થતાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.