દરોડો થતા ખનિજ માફિયા વાહનો સ્ટોક લિઝમાં વાહનો મૂકી ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ખનન કરતા માફીયાઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે અહીં બેરોકટોક કોલસો, પથ્થર, સફેદ માટી રેતી સહિતનું ખનિજ દરરોજ લાખ્ખો ટન લુટાઈ રહ્યું છે. જેની સામે સ્થાનિક તંત્ર માત્ર એકલ -દોકલ દરોડાથી કાર્યવાહી દર્શાવી પોતાનું મન મનાવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે નદીમાં છેલા કેટલાક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર રેતી ચોરી પર અંતે ખાણ ખનિજ વિભાગની ટીમે દરોડો કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે નદીમાં હુડકાથી રેતી ચોરી કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામતા સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેનભાઇ સહિતની ટીમ દ્વારા દરોડો કરી નદીમાંથી રેતી કાઢવા માટે ઉપયોગ થતા હુડકા, એક હિટાચી મશીન તથા રેતીનો સ્ટોક સહિત લાખ્ખો રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો આ સાથે નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરીનો કારોબાર કરતા ઈસમો નાશી છૂટયા હોવાથી કાર્યવાહી હાથ ધરી હતી પોતાના વાહનો પાસે આવેલા સ્ટોક લિઝમાં મૂકી દેતા હતા.



