79.76 મે. ટન કોલસો, ટ્રેકટર, ચરખી સહિત 7.98 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના કાળા કારોબાર સામે હવે ખનિજ વિભાગ દ્વારા એક બાદ એક દરોડા કરાઈ રહ્યા છે. ત્યારે મૂળી પંથક બાદ હવે થાનગઢ ખાતે પણ ખાંજજ વિભાગે દરોડા શરૂ કર્યા છે જેમાં મંગળવારે મોડી સાંજે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા થાનગઢ તાલુકાના રાવરાણી ગામે આકસ્મિક ચેકીંગ હાથ ધરી સીમ વિસ્તારમાં ચાલતા બે કોલસાના ગેરકાયદેસર કૂવા પર દરોડો કરાયો છે. જેમાં 79.76 મેટ્રિક ટન કોલસો, કૂવામાંથી કોલસો કાઢવામાં ઉપયોગ થતી ચરખી, ટ્રેકટર સહિત કુલ 7.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જ્યારે આ દરોડા દરમિયાન ગોવિંદભાઈ ભીમાભાઇ મિર રહે: થાનગઢ, પ્રકાશ મંગુભાઇ ડામોર, ખોડાભાઇ ડાનાભાઇ મારસુણીયા રહે: મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઇ તમામ ત્રણેય વિરૂદ્ધ થાન પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



