બે ટ્રક અને એક ક્રેન સહિત 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રા પંથકમાં થતી રેતી અને પથ્થરના ખનન સામે જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના સત્તાપર ગામે ડેમ વિસ્તારમાં પથ્થર ખનન પર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન બે પથ્થર ભરેલા ટ્રક અને એક ક્રેન સહિત આશરે 45 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો ખાણ ખનિજ વિભાગ દ્વારા પથ્થર ભરેલા ટ્રક ઝડપી લીધા બાદ ટ્રક ચાલકોએ તાત્કાલિક હાજર દંડ ભરીને બંને ટ્રકો છોડાવી લીધા હતા પરંતુ આ પ્રકારે હાજર દંડ ભરપાઈ કરી ખનિજ ખનન કરતા ઇસમોને ખનિજ ચોટી કરવા છૂટો દોર મળતો હોવાનું પ્રકૃતિ પ્રેમી જણાવી રહ્યા છે.



