બોગસ કંપની બનાવી સસ્તા ભાવે માલ વેચવાની જાહેરાત કરી વેપારીઓને છેતરતો’તો
ખાસ-ખબર સંવાદદાતા
શાપર-વેરાવળમાં સોલાર ઈકવીપમેન્ટ નામની કંપની બોગસ એસ્ટીમેન્ટ અને પ્રાઇઝ લિસ્ટ બનાવી તેમજ શિવમ એક્સપોર્ટના નામે ચાર આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં વેપારી સાથે 18 લાખની છેતરપિંડી કરનાર ગોંડલના મૂંગાવાવડી ગામના ચીટરને રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ એ.આર.ગોહિલ અને તેમની ટીમે ઝડપી લીધો હતો.
શાપરમાં પેઢી ધરાવતા અને આસ્થાગ્રીન સીટી, કાંગશીયાળીમાં રહેતા પિયુષભાઈ ઢોલરીયાએ તેની પેઢીના નામનું બોગસ લોભામણું એસ્ટીમેટ અને પ્રાઈઝ લીસ્ટ બનાવી ઠગાઈ થયા અંગેની ફરીયાદ નોધાવી હતી. જે અંગે ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહીલ સહિતના સ્ટાફ દ્વારા ટેલનીકલ એનાલિસિસના આધારે આ પ્રકરણમાં ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામના મિલન રાજેશ સખીયાની સંડોવણી હોવાનું જાણવા મળતા આ મામલે તપાસ કરી અને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મિલનને પકડી લઈ પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
જેમાં મિલન સખીયાએ અલગ અલગ 4 રાજ્યોમાં બોગસ પેઢી બનાવી રૂ.18 લાખની છેરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું.
છેલ્લા બે માસમાં પિયુષ ઢોલરીયાએ બોગસ પેઢીના નામે મહારાષ્ટ્રના અલગ-અલગ ત્રણ વેપારીઓ પાસેથી રૂા.5,63 લાખ અને શિવમ એકસપોર્ટ નામની જેતપુરની પેઢી નામે આંધ્રાપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વેપારીઓ પાસેથી રૂા.18.30 લાખની ઠગાઈ કર્યાની કબુલાત આપી હતી.અગાઉ પણ મહારાષ્ટ્રના એક વેપારીને સ્પ્રેય પેપ નંગ 100 અને તેની બેટરી મોકલવાનું કહી રૂા.3.40 લાખની છેતરપીંડી કરવાના પ્રકરણમાં પકડાઈ ચુકેલો મિલન ગુજરાત સિવાય અન્ય રાજયના એગ્રીકલ્ચર પ્રોડકટરના વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ઈન્ટરનેટ પરથી પ્રતીષ્ઠીત કંપનીના ટ્રેડમાર્ક સહિતના ફોટાઓ ડાઉનલોડ કરી તેમાં એડીટીંગ કરી ખોટુ કેટલોગ બનાવી ડમી મોબાઈલ નંબર દ્વારા અલગ-અલગ રાજયોના વેપારીઓનો સંપર્ક કરી વોટ્સએપમાં પેઢીના નામ-સરનામા અને ટ્રેડમાર્ક દર્શાવતા તેણે બનાવેલા એસ્ટીમેટ, ઓછા ભાવવાળા પ્રાઈઝ લીસ્ટ અને કેટલોગ મોકલી બેંક કે આંગડીયા મારફતે પૈસા મેળવી છેતરપીંડી કરતો હતો.