હજુ તો દોઢ વર્ષ થયા છતાં છાશવારે ATM બંધ નજરે પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા નગરપાલિકાનો અણઘડ વહીવટ ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. જેમાં સ્થાનિક નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા વિકાસના કામ પાછળ ખર્ચ કરે છે પરંતુ આ કરોડો રૂપિયાનો વિકાસ માત્ર ગણ્યા ગઠય દિવસો માટે જ હોય છે. તેવા જ એક ઓછા શ્વાસોના વિકાસ અને ધ્રાંગધ્રા નગરપાલિકાના ભ્રષ્ટાચારને પોકારતો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના પાંચેક સ્થળે નાખવામાં આવેલા વોટર એ.ટી.એમ મશીન આજથી દોઢેક વર્ષ પૂર્વે લગભગ પચીસ લાખના ખર્ચે મંગાવ્યા હતા જેના અનાવરણમાં વર્તમાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરાવ્યું હતું. આ પીવાના પાણી માટેના એ.ટી.એમ શહેરના મુખ્ય માર્ગ એટલે કે શક્તિ ચોક, જોગસર મંદિર, પાણીની ટાંકી, નગરપાલિકા અને શિશુકુજ નજીક મૂકવામાં આવ્યા હતા આ પાંચેય પાણીના એ.ટી.એમ નગરપાલિકાએ મૂક્યા ત્યારે મોટી મોટી ડંફાસો મારી લોકોને જાણે સ્વાસ્થ્યની ચિંતા એક માત્ર નગરપાલિકાને હોય તેવા પ્રકારની જાહેરાત કાળી હતો આ સમયે નગરપાલિકા દ્વારા જણાવ્યું હતું કે “ધ્રાંગધ્રા નગરપાલિકાના વિસ્તારમાં રહેતા રહીશોને શુદ્ધ અને સસ્તું પીવાનું પાણી મળી રહે તે માટે વોટર એ.ટી.એમ મુકાયા છે જેમાં માત્ર એક રૂપિયામાં એક લીટર, પાચ રૂપિયામાં વિશ લીટર પાણી મળી રહેશે જેથી પાણી જનું રોગોથી હવે સ્થાનિકોને કાયમી છુટકારો મળશે” પરંતુ આ વાતો માત્ર કહેવા પૂરતી જ હોય અને સ્થાનિકોને પાણીની સુવિધા માત્ર રાત્રીના સપનાની માફક હોય તેવું સામે આવ્યું હતું. આશરે પચીસેક લાખના આ પાણીના પાચ એ.ટી.એમ મશીન છાસવારે બંધ નજરે પડે છે.
- Advertisement -
નગરપાલિકાની હદમાં મૂકેલા આ પાચ પાણીના એ.ટી.એમ મશીન દોઢ વર્ષ થયાને બંધ હાલતમાં નજરે પડે છે. જેથી પાલિકાએ દોઢ વર્ષ પીવાના પાણી માટે પહેલાં ખર્ચ કરેલ પચીસ લાખ રૂપિયા પાણીમાં ગયા હોય તેવું સ્પષ્ટ સાબિત થાય છે.