આજે જો બાયડને અને જીલ બાયડને નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું અને આજે સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે, આ માટે જીલ બાયડને ખાસ તૈયારીઓ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે અમેરિકાની મુલાકાતે છે અને આ મુલાકાતના બીજા દિવસે વોશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ જો બાયડને અને જીલ બાયડને એમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ સાથે જ જણાવી દઈએ કે પીએમ મોદીના માનમાં આયોજિત સ્ટેટ ડિનર માટે વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે અને જીલ બાયડને આ માટે ખાસ તૈયારીઓ કરી છે. સ્ટેટ ડિનરના મેનુની વાત કરીએ તો આમાં બાજરીની કેક, મશરૂમ સહિત અને અન્ય વાનગીઓ ખાસ પીરસવામાં આવશે.
- Advertisement -
#WATCH | First Lady of the US, Jill Biden gives details on the State Dinner that will be hosted for Prime Minister Narendra Modi.
"…Tomorrow night, guest will walk across the South Lawn into a pavilion draped in rich greens with saffron-coloured flowers at every table — the… pic.twitter.com/oNgrXgAHjw
— ANI (@ANI) June 21, 2023
- Advertisement -
સ્ટેટ ડિનરમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે
જીલ બાયડને જણાવ્યું કે પીએમ મોદી સંપૂર્ણપણે શાકાહારી હોવાથી સ્ટેટ ડિનરમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે. આમ પણ પીએમ મોદી દેશમાં બરછટ અનાજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેથી જ બરછટ અનાજની બનેલી ખાસ વાનગીઓ એટલે કે બાજરી પણ ડિનરમાં પીરસવામાં આવશે.
એવામાં પીએમ મોદીના સન્માનમાં આપવામાં આવેલા આ સ્ટેટ ડિનરનું મેનુ સામે આવ્યું છે. પીએમ મોદી લાંબા સમયથી બાજરીની ખેતી અને ખોરાકમાં તેનો સમાવેશ કરવા પર આગ્રહ કરી રહ્યા છે. પીએમ મોદીના સ્ટેટ ડિનર માટે પીરસવામાં આવતી વાનગીઓ બનાવવા માટે ખાસ કરીને ફર્સ્ટ લેડી જીલ બાયડને ગેસ્ટ શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુઝી મોરિસન સાથે મળીને મેનુ તૈયાર કર્યું છે.
First Lady of the US Jill Biden worked with guest Chef Nina Curtis, White House Executive Chef Cris Comerford, and White House Executive Pastry Chef Susie Morrison to develop the menu for the State Dinner to be hosted for PM Modi. The dishes were displayed at a media preview at… pic.twitter.com/eOZChjdr6W
— ANI (@ANI) June 21, 2023
કઈંક આવું હશે સ્ટેટ ડિનરનું મેનુ, ત્રિરંગા થીમ પર સજાવ્યું પેવેલિયન
પીએમ મોદીને પીરસવામાં આવેલા સ્ટેટ ડિનરમાં ફર્સ્ટ કોર્સ ભોજનમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે. જ્યારે મેઇન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો શામેલ છે. આ સિવાય સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો પણ સમાવેશ થાય છે. સ્ટેટ ડિનર અંગે જીલ બાયડને કહ્યું કે સ્ટેટ ડિનર દરમિયાન વ્હાઇટ હાઉસનો સાઉથ લૉન મહેમાનોથી ભરેલો રહેશે. આ માટે સાઉથ લોન પેવેલિયનને ત્રિરંગા થીમ પર સજાવવામાં આવ્યો છે.
Washington, DC | At a media preview at the White House, ahead of the State Dinner that will be hosted for PM Narendra Modi, dishes that will be served have been put on display.
The menu will include Marinated Millet and Grilled Corn Kernel Salad among other dishes. pic.twitter.com/ScA7ojdbYd
— ANI (@ANI) June 21, 2023
ડિનર દરમિયાન ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ કરશે પરફોર્મ
ફર્સ્ટ લેડીએ જણાવ્યું હતું કે ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ ડિનર પછી પરફોર્મ કરશે. આ પછી યુનિવર્સિટી ઓપ પેન્સિલવેનિયાના Acapella પેન મસાલા દ્વારા પણ પરફોર્મ કરવામાં આવશે. મેનુ તૈયાર કરનાર શેફ નીના કર્ટિસે કહ્યું કે અમે પીએમ મોદી માટે શાકાહારી વાનગીઓનું મેનુ ખાસ તૈયાર કર્યું છે. વ્હાઇટ હાઉસના સોશ્યલ સેક્રેટરી કાર્લોસ એલિઝોન્ડોએ જણાવ્યું હતું કે સ્ટેટ ડિનરની થીમ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે.