ચાની લારીઓ પણ બંધ રહેશે : માલધારીનાં આંદોલનને ટેકો
ખાસ-ખબર સંવાદદાતા
ઢોર નિયંત્રણ કાયદા સહિતની વિવિધ માંગણીઓને લઇ માલધારીઓ આંદોલન કરી રહ્યાં છે.ત્યારે આવતી કાલે દુધનું વેંચાણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે જૂનાગઢના લોકોએ દુધવાળા પાસેથી વધુ દુધની ખરીદી કરી લીધી છે.એટલું જ નહી શહેરમાં કાલે મોટાભાગની ચાની લારીઓ પણ બંધ રહેશે.
- Advertisement -
રાજયમાં હાલ વિવિધ આંદોલન ચાલી રહ્યાં છે.ત્યારે ઢોર નિયંત્રણ કાયદા સહિતની માંગણીઓને લઇ માલધારી સમાજ મેદાને આવ્યો છે. તેમની માંગણીને લઇ લડત ચલાવી રહ્યાં છે.ત્યારે તા. 21 સપ્ટેમ્બર 2022નાં માલધારીઓએ દુધનું વેંચાણ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં જૂનાગઢનાં માલધારીઓ અને દુધ વિતરક એસોસીએશન પણ જોડાશે.
જેના પગલે આવતીકાલે જૂનાગઢમાં દુધ વિતરણ કરવામાં આવશે નહી. કાલે દુધ મળવાનું ન હોય દુધનાં વિતરક પાસેથી લોકોએ વધુ દુધ ખરીદી લીધું છે,તો કેટલીક જગ્યાએ તો સામેથી વધુ દુધ આપી ગયા છે.આ ઉપરાંત આવતીકાલે જૂનાગઢમાં દુધ વિતરણ બંધની સાથે ચાની લારીવાળા પણ બંધ રહેશે,એવું જાણવા મળ્યું છે.