ઘાસચારો સસ્તો થવા લાગ્યો છે: દુધની ઉત્પાદકતા વધારવા પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારીમાં પિસાતા સામાન્ય વર્ગને દુધનાં ભાવ પણ વખતોવખત દઝાડી રહ્યા છે. ત્યારે કેન્દ્રનાં પશુ સંવર્ધન અને ડેરી વિભાગના પ્રધાન પરોસતમ રૂપાલાએ એવો દાવો કર્યો હતો કે ચોમાસા બાદ લોકોને દુધનાં ભાવમાં રાહત મળશે. ભારતમાં છેલ્લા એક વર્ષમાં દુધના ભાવમાં 10 ટકા તથા ત્રણ વર્ષમાં 22 ટકાનો વધારો થયો છે.
- Advertisement -
કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યુ કે હવે ઘાસચારાનાં ભાવ નીચા આવી રહ્યા હોવાથી ચોમાસા બાદ દુધના ભાવમાં સ્થિરતા આવી જશે સારા વરસાદથી ઘાસચારો મબલખ છે. તેઓએ કહ્યું કે અતિભારે વરસાદથી કૃષિપાકને નુકશાનની ભીતિ છે.પરંતુ હાલ ઘાસચારાની કોઈ તંગી નથી અછતની સ્થિતિ ન સર્જાય તે માટે રાજયોએ પર્યાપ્ત સ્ટોક રાખ્યો છે.દુધની ઉત્પાદકા વધારવા માટે કેન્દ્ર સરકાર કલાયમેન્ટ ચેન્જના પાસાઓનો અભ્યાસ કરી રહી છે.
પરસોતમ રૂપાલાએ કહ્યું કે દુધની ખરીદી કે ભાવ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. સહકારી તથા ખાનગી ડેરીના સંચાલકો જ ઉત્પાદન ખર્ચનાં આધારે ભાવ નકકી કરતા હોય છે. દુધનુ નિશ્ચીત આયુષ્ય હોય છે અને લાંબો વખત ટકી શકતું નથી. બગડી જાય તેવી ચીજોમાં ભાવોની વધઘટ સામાન્ય છે. સહકારી ક્ષેત્રનાં વર્ચસ્વને કારણે દુધનાં ભાવોને સ્થિર રાખવામાં સફળતા મળી છે. ‘અમુલ’મોડલમાં ગ્રાહકો દ્વારા ચુકવાતા નાણામાંથી 75 ટકા સીધા ઉત્પાદકો સુધી જાય છે. ઉત્પાદકોને ખર્ચનુ પુરેપુરૂ વળતર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.