ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
ફૂડ વિભાગ દ્વારા ‘સીતારામ ડેરી ફાર્મ‘, રાધિકા પાર્ક, સેંટમેરી સ્કૂલની પાસે, રેલ્વે નાની ફાટક પાસે, મોરબી રોડ, હાઇ વે બ્રીજની પાસેથી અશોકભાઇ પરસોતમભાઈ શંખાવરા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવી છે અને ‘શ્રી ખોડિયાર ડેરી ફાર્મ નમકીન કિષ્નાપાર્ક સોસાયટી, બ્લોક નં.33, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ પાસેથી ખોડાભાઈ ગોકુલભાઈ લૂણાગરિયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી અને જગઋ પ્રમાણ ઓછું મળી આવતા આ બંને પેઢીના નમૂના સબસ્સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે તેમજ ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્ર્વર ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 15 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્ર્વર ચોક વિસ્તારમાં આવેલ રવેચી ગુજરાતી થાળી, બાલાજી પાન કોલ્ડ્રિંક્સ, ખોડિયાર પાન કોલ્ડ્રિંક્સ, અનુગ્રહ સેલ્સ એજન્સી, શ્રીરામ સોડા શોપ, આસ્થા પ્રોવિઝન સ્ટોર, પુજા પાણીપુરી, ક્રિષ્ના સેલ્સ એજન્સી. શાયોના પ્રોવિઝન સ્ટોર, જલિયાણ ફરસાણ, ખોડિયાર કિરણાં ભંડાર, રાધે ડ્રાયફ્રૂટ, સનરાઇઝ કોલ્ડ્રિંક્સ, જલારામ ખમણ, ગોકુલ કુલ્ફી સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી અને મોમાઇ સુપર માર્કેટ, જય ચામુંડા ફરસાણ, યમુનાજી પ્રોવિઝન સ્ટોર, ડોલી અમુલ પાર્લર, ગોપાલ ફરસાણ, તિરૂપતી ડેરીની ચકાસણી કરવામાં આવી હતી તેમજ વરુડી ટ્રેડર્સ, ૠછટ એન્ટરપ્રાઇઝ, ગોલ્ડન સુપર માર્કેટ, ચંદન સુપર માર્કેટ, ચંદન પ્રોવિઝન સ્ટોરની પેઢીમાંથી અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટના કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા.