2035 સુધીમાં ભારતના શહેરોની વસતી 67.5 કરોડ પર પહોંચશે
ખાસ-ખબર સંવાદદાતા
વસતીની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા ક્રમે છે. ભારતમાં શહેરો તરફ લોકો વળી રહ્યા હોવાથી શહેરો પર વસતીનુ ભારણ વધી રહ્યુ છે.
- Advertisement -
યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, 2035 સુધીમાં ભારતના શહેરોમાં વસતી વધીને 67.5 કરોડ થઈ જશે. આ મામલામાં ભારત ચીન પછી બીજા ક્રમે હશે. ચીનમાં એક અબજ લોકો શહેરોમાં રહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, દુનિયામાં 2050 સુધીમાં શહેરોની વસતીમાં 2.2 અબજનો વધારો થશે. હાલમાં કોરોનાના કારણે ગામડા તરફથી શહેરો તરફ લોકોની દોટ થોડી ધીમી પડી છે પણ તેમાં ફરી વધારો થવા માંડશે. ઉલ્લેખનીય છે કે, 2020માં ભારતના શહેરોમાં 48.30 કરોડ લોકો રહેતા હતા અને 2035 સુધીમાં ભારતની કુલ વસતીના 43 ટકા લોકો શહેરોમાં રહેતા હશે.
એશિયામાં કુલ 2.99 અબજ લોકો 2030 સુધીમાં શહેરોમાં રહેતા હશે. જ્યારે ચીનમાં 1.05 અબજ લોકો શહેરોમાં વસવાટ કરતા હશે.



