ખાનગી કંપનીના કોન્ટ્રાકટરની બેદરકારી શ્રમિકને ભરખી ગઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કામોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના લીધે વધુ એક મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં હાલમાં જ સરા ધ્રાંગધ્રા રોડ પર ચિત્રોડી નજીક બ્રીજના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે દાધોળિયા ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો હતો જે બાદ ફરી એક વખત ધ્રાંગધ્રા ખાતે વીજ વાયર ખેંચવાનું કામ કરતા મજૂરની મોત થયું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પોલ પર વીજ વાયરો ખેંચવાનું કામ ખાનગી એજિન્સીને આપવામાં આવ્યું હતું જે એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા પરપ્રાંતીય મજૂરોને વાયર ખેંચવા માટે કામ પર રાખવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાકટર દ્વારા શ્રમિકોને કોઈપણ જાતની સેફ્ટી સંસાધનો વગર કામ કરાવતા હોવાથી કુડા રોડ નજીક વીજ પોલ પર વાયર ખેંચવાનું કામ કરતા ઇન્જમુલ જમીરુલીસલામ હક, ઉમર: 19, રહે: બલરામપૂર (બંગાળ) વાળા શ્રમિકને અચાનક જોરદાર શોર્ટ લાગતા અન્ય શ્રમિકો દ્વારા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં શ્રમિકનું મોત થયું હોવાનું જાહેર તબીબે જાહેર કરતા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો જ્યારે પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ દ્વારા એક્સિડન્ટલ ડેથ (એ. ડી) દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ અને બેદરકારીના લીધે શ્રમિકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું જેમાં વીજ વાયરનું જોખમી કામ કરતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા શ્રમિકોને કોઈપણ જાતની સેફ્ટી અંગેના સંશાધનો આપવામાં આવ્યા નથી આ સાથે જિલ્લા કલેકટર દ્વારા દરેક પરપ્રાંતીય સભ્યોનું સ્થાનિક પોલીસ મથકે નોંધ પણ જોવા મળી નથી જેથી કોન્ટ્રાક્ટ સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી હતી.
- Advertisement -
કોન્ટ્રાક્ટરની બેદરકારી છતાં કોઈ કાર્યવાહી નહીં
શ્રમિક પાસે વીજ વાયર ખેંચવા જેવા જોખમી કામ છતાં પણ કોઈ સેફ્ટી સંશાધનો ઉપયોગ વગર કામ કરાવતા હોવાથી કોન્ટ્રાકટર સામે પણ બેદરકારી હોવાનું સામે આવ્યું હતું છતાં મોત થયેલ શ્રમિક મજૂર વર્ગના અને પરપ્રાંતીય હોવાથી સ્થાનિક તંત્રે પણ મજૂરના મોટી બાદ ન્યાય અપાવવા કરતા મામલો દબાવવાનો પ્રયાસ વધુ કર્યો હતો.
કોન્ટ્રાકટર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ કોઈપણ રજૂ બહારથી કામ અર્થે આવતા મજૂરોને સ્થાનિક પોલીસ મથક ખાતે પોતાના ઓળખના પુરાવા રજૂ કરવા જરૂરી છે પરંતુ આ કિસ્સામાં બંગાળથી આવેલા મૃતક મજુરના કોઈ ઓળખ પુરાવા પોલીસ મથકે કોન્ટ્રાકટર દ્વારા અગાઉથી રજૂ કરાયા ન હતા જેથી કોન્ટ્રાક્ટરે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કર્યો હોવા છતાં કાર્યવાહી થઈ નહીં.