બિહારનો શખ્સ આપી ગયાની કબૂલાત : પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા આપેલી સૂચન અન્વયે આજી ડેમ પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે માંડાડુંગર નજીકની દેવકીનંદન સોસાયટીમાં દરોડો પાડી શાકભાજી વેચતા વકીલસિંહ રામદરસિંહ ઉ.43ને આજી ડેમ પોલીસે 12.520 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એ બી જાડેજા, પીએસઆઈ જે.જી. રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલી ચોકકસ બાતમી આધારે ઉપરોક્ત આરોપીના મકાનમાં દરોડો પાડયો હતો ઘરની જડતી લેતા ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે 1.25 લાખનો ગાંજો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી મકાનની બાજુમાં જ દુકાન ભાડે રાખી શાકભાજી વેચે છે. મૂળ બિહારના સપરા જિલ્લાના વતની વકીલસિંહને બિહારનો કોઈ શખ્સ રેલ્વે સ્ટેશને આ ગાંજાનો જથ્થો આપી જતો હોવાનું રટણ કરતા આગળની તપાસ ભક્તિનગર પોલીસને સોંપવામાં આવી છે.