33 કેસમાં પકડેલા 35.72 લાખના દારૂનો અભેપરની સીમમાં નાશ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
દિવાળી પર્વ પૂર્વે રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના અભેપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો મેટોડા જીઆઇડીસી પોલીસે 33 ગુનામાં પકડેલા 35.72 લાખના દારૂ ઉપર રોડરોલર ફેરવી દઈ નાશ કર્યો હતો આ તકે પ્રાંત, ડીવાયએસપી, નશાબંધી અને આબકારી ખાતાના અધિકારી સહિતના હાજર રહ્યા હતા.
- Advertisement -
સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત રેંજ આઈજીની સુચના અને જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા એક વર્ષ દરમિયાન કુલ 33 ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય જે અન્વયે અભેપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં મેટોડા પોલીસે પકડેલા 35 લાખ 72 હજાર 400ની કિમતની દ્રુની 34,438 બોટલ ઉપર રોડરોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો રોડરોલર ફરી વળતા દારૂની નદીઓ વહી હતી આ તકે પ્રાંત અધિકારી ચક્રવતી, ગોંડલ ડીવાયએસપી કે જી ઝાલા, મેટોડા પીઆઈ એસ એચ શર્મા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.