બુધ એક મુખ્ય ગ્રહ છે અને તેની સ્થિતિમાં પરિવર્તનની અસર વ્યાપાર, શેર માર્કેટ, અર્થ વ્યવસ્થા પર પણ જોઇ શકાય છે. અત્યારે બુધ વૃષભ રાશિમાં છે અને 2 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. આ દરમ્યાન તેઓ 3 રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. જાણો આ લકી રાશિ કઈ છે.
- Advertisement -
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે બુધનો ગોચર અત્યંત શુભ રહેશે. આ રાશિના જાતકોને અત્યારે અચાનક ધનલાભ કરાવશે. ધાર્યા નહીં હોય તેવી જગ્યાએથી પૈસા મળશે. લાંબા સમયથી રોકાયેલુ ધન પણ હવે મળી જશે. જે જાતક વ્યાપારના ક્ષેત્રમાં છે, તેમને મોટી ડીલ મળી શકે છે. આ તગડો ફાયદો કરાવશે. પાર્ટનરશિપના કામ કરનારા લોકોને પણ લાભ થશે. શત્રુઓ પર જીત મળશે. પરાક્રમ-સાહસમાં વધારો થશે, જે નિર્ણય લેવામાં મદદ કરશે.
કર્ક રાશિ
- Advertisement -
કર્ક રાશિના જાતકો માટે બુધનો ગોચર આવક વધારશે. આ જાતકોની આવક વધી શકે છે, જે લોકો બિઝનેસમાં કઈક નવુ કરવા માંગે છે. તેઓ આ સમયનો ઉપયોગ કરે. કેટલાંક લોકો એકથી વધારે રીતે પૈસા કમાશે. નવી કાર અથવા સંપત્તિ લઇ શકે છે. પરિવારનો સહયોગ મળશે. સંબંધો વધુ સારા થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને વૃષભ રાશિનો બુધ કારકિર્દીમાં લાભ અપાવશે. નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. હાલની નોકરીમાં પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળવાના યોગ છે. ટ્રાન્સફર પણ થઇ શકે છે. વેપારીઓના નવા સંબંધો બનશે, જે તેમને ભવિષ્યમાં લાભ આપશે. તમારા કામ કરવાના અંદાજમાં પણ સુધારો થશે. જેનાથી લોકો તમારા વખાણ કરશે. જે લોકોના પૈસા ક્યાક ફસાયેલા હતા, તે મળી શકે છે.