મર્સિડીઝ બેન્ઝે દાવો કર્યો છે કે, તે સાયરસ મિસ્ત્રીના મૃત્યુ માટે જવાબદાર કાર અકસ્માતની તપાસમાં અધિકારીઓને સહકાર આપી રહી છે.
તાજેતરમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ મર્સિડીઝ બેન્ઝ GLC 220d 4MATIC કાર દ્વારા મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. વિગતો મુજબ કારમાં ચાર લોકો સવાર હતા જેમાંથી બેના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. હવે આ દુર્ઘટના મામલે લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝનું નિવેદન આવ્યું છે. મર્સિડીઝ બેન્ઝે દાવો કર્યો છે કે, તે સાયરસ મિસ્ત્રીના મૃત્યુ માટે જવાબદાર કાર અકસ્માતની તપાસમાં અધિકારીઓને સહકાર આપી રહી છે.
- Advertisement -
Cyrus Mistry's accident: Chip to be sent to Germany, Police ask car manufacturer "if any mechanical fault"
Read @ANI Story | https://t.co/BF1MN6JWNZ#CyrusMistryAccident #CyrusMistry pic.twitter.com/B5vbgo1soT
— ANI Digital (@ani_digital) September 6, 2022
- Advertisement -
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મર્સિડીઝ બેન્ઝે કહ્યું કે, તે દુર્ઘટના સંબંધિત તપાસમાં મદદ કરી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા ગ્રાહકોની ગોપનીયતાનો આદર કરતી એક જવાબદાર બ્રાન્ડ તરીકે, અમારી ટીમ સત્તાવાળાઓને જરૂરી સહકાર આપી રહી છે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “જો જરૂર પડશે તો અમે તપાસ અધિકારીઓને જરૂરી માહિતી આપીશું.” અગાઉ કંપનીની ટીમે અકસ્માત સ્થળ અને અકસ્માતમાં સામેલ વાહનનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મહત્વનું છે કે, જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે ક્રેશ થયેલી કારની ડેટા ચિપ લઈ લીધી છે, તેને જર્મની મોકલી દેવામાં આવી છે. આ ચિપનો અભ્યાસ કરવામાં આવશે, જે અકસ્માતના સંજોગોનો સ્પષ્ટ ચિત્ર લાવવામાં મદદ કરશે, જ્યારે અકસ્માત થયો ત્યારે પરિસ્થિતિ શું હશે. મર્સિડીઝ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે, અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, કઈ એરબેગ્સ કાર્યરત હતી, કારની બ્રેક્સ કામ કરી રહી હતી કે કેમ અને અન્ય બાબતો જાણવાની કવાયત હાથ ધરવામાં આવી છે.