પ્રથમ દિવસે જ 350 લોકોએ મુલાકત લીધી અને પોતાના માનસિક સ્વાસ્થ્યનું સ્ક્રીનિંગ કરાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે, અને તે એક મહાન સંપત્તિ છે જેને દરેક કિંમતે બચાવવાની જરૂર છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે, માનસિક સ્વાસ્થ્ય એ એકમાત્ર અન્ય સંપત્તિ છે જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ શરૂ થયો છે. સ્ક્રીનિંગ કેમ્પમાં મંગળવારે પ્રથમ દિવસે 450 વિદ્યાર્થીઓ અને લગભગ 70થી 75 સામાન્ય લોકોએ મુલાકાત લીધી હતી જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓમાં આક્રમકતા, આવેગશીલતા, પરીક્ષા તણાવ, આવેગિક પરિપક્વતા અને ડિપ્રેશન તેમજ જુદી જુદી યુવા સમસ્યાઓ જોવા મળી હતી. કુલ 85 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપક દ્વારા આ મુહિમની શરૂઆત કરી છે. 10 ઓક્ટોબર એટલે વિશ્ર્વ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ દિવસ. આ દિવસે મનોવિજ્ઞાન ભવન નિબંધ સ્પર્ધાનો સમારોહ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પહેલા દિવસે કેટલીક ચિત્ર-વિચિત્ર સમસ્યાઓ સામે આવી હતી જેમાં 32 વર્ષના યુવાને જણાવ્યું કે, મારી 3 વખત સગાઈ તૂટી ગઈ હતી અને ચોથી જગ્યાએ જ્યાં લગ્ન થયા ત્યાં પણ અણબનાવ શરૂ થયા છે. ઘર પરિવાર અને સગા સંબંધી એવું કહે છે કે, નક્કી તને કોઈ સમસ્યા છે. હું ઘણી જગ્યાએ મળી આવ્યો. મારી સમસ્યા દૂર કરવા સહકાર આપો.
બીજી એક વ્યક્તિનું કહેવું હતું કે માટે છઠ્ઠી ઈન્દ્રિય કાર્યરત કરવી છે. જેનાથી હું સામેવાળી વ્યક્તિના વિચારને ઓળખવા માગું છું. ત્રીજા એક વિદ્યાર્થીને પરીક્ષા ફોબિયા અને ભય હતો. તેને પરીક્ષા સમયે જ હંમેશા શારીરિક બીમારી આવી જતી હતી.