ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકામાં આત્મા પ્રોજેક્ટની અંતરગત ’બેસ્ટ ફાર્મર’ એટલેકે બેસ્ટ ખેડૂતનો એવોર્ડ મેળવી ચૂકેલા,ગઢાળી ગામના વતની પ્રકાશભાઈ લાવજીભાઈ ત્રાડા. સન્માન કરવામાં આવ્યું. ખેડૂતોને ગામના નાના-મોટા દરેક કાર્યક્રમોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા રહે છે. પ્રકાશભાઈ લાવજીભાઈ ત્રાડા એ છેલ્લા 10 વર્ષ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે.પરિવાર સાથે મળીને 32 વિધાના કેરીના બગીચા માં તેમણે ક્યારેય પણ જંતુનાશક દવાનો ઉપયોગ નથી કર્યો.તેઓ ગૌમૂત્ર, છાણ અને ગાયના દૂધ માંથી બનેલી છાશનો ઉપયોગ કરી જંતુનાશક દવાઓ જાતે બનાવે છે.એગ્રીકલ્ચરના અધિકારી પણ અવાર નવાર તેમના બગીચે મુલાકાત કરતા હોય છે.તેઓ હંમેશા કુદરતી વસ્તુઓનો ધંધાર્થે ઉપયોગ થાય એવું વિચારતા રહે છે.તેમના પુત્ર ચિરાગ ત્રાડા પણ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી એક સફળ બિઝનેસમેન બન્યા છે.તેઓ મગફળીની વધેલી ફોતરી માંથી બાયોકોલ બનાવી અને એક્સપોર્ટ કરે છે.જેનો ઉપયોગ અગ્નિ સંશાધન તરીકે થાય છે.