ગુજરાતનો વિકાસ આંબશે વધુ એક ઊંચાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર, ટાટા મોટર્સ, ફોર્ડ કંપની સાથે ત્રિ-પક્ષીય સમજૂતી કરાર થઇ જતા ફોર્ડ ઇન્ડિયા કંપનીની સાણંદ ખાતેની જમીન અને બિલ્ડીંગનું ટાટા કંપની હસ્તગત કરશે. ફોર્ડ ઇન્ડિયા કંપનીની તમામ મશીનરી ટાટા કંપની પોતાને હસ્તગત કરશે.
જેના લીધે હવે અનેક લોકોને ટાટા કંપનીમાં રોજગારી મળશે. ફોર્ડ ઇન્ડિયા કંપનીના તમામ કર્મચારીઓનો ટાટા મોટર્સમાં સમાવેશ કરાશે. ફોર્ડ ઇન્ડિયા કંપની એન્જીન ઉત્પાદન પ્લાન્ટ શરૂ રાખશે. ટાટા કંપની એન્જીન ઉત્પાદન માટે ફોર્ડ ઇન્ડિયા કંપનીને લીજ પર જમીન આપશે.