મારા જીવનના ઘડવૈયા અને માર્ગદર્શક હંમેશા મારા હૃદયમાં રહેશે: મનીષ ચાંગેલા
- Advertisement -
રાજકોટમાં ઓઈલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અને ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું 86 વર્ષની વયે નિધન થયું છે. ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ પોપટભાઈ સમાજ સેવામાં પણ હંમેશા અગ્રેસર હતા. પોપટભાઈ પટેલને અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ખૂબ જૂનો નાતો રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલાએ ફિલ્ડમાર્શલ પોપટભાઈ પટેલ સાથેના યાદગાર સંભારણા શેર કર્યા છે. જેની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. જેમાં પોપટભાઈ પટેલ અને મનીષ ચાંગેલા વચ્ચે ખૂબ જ સારા સંબંધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોપટભાઈ પટેલ અને મનીષ ચાંગેલા વચ્ચે પિતા-પુત્ર જેવા સંબંધો હતા. મનીષ ચાંગેલાએ જણાવ્યું હતું કે, મારા જીવનના ઘડવૈયા અને માર્ગદર્શક પોપટભાઈ પટેલની ખોટ પડી છે. જેનું દુ:ખ અસહ્ય છે.