તમામ ધારાસભ્યોએ વ્હિપનું ઉલ્લંઘન કર્યું હતું
તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાના સ્પીકર તમામ 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે. તેમના પર પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. વિધાનસભાના સ્પીકર કુલદીપ પઠાનિયાએ આ માહિતી આપી હતી.
- Advertisement -
કયા ઉમેદવારને અયોગ્ય જાહેર કરાયા?
કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર સ્પીકરે લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો. આ જનાદેશનું અપમાન હતું. અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોમાં રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, દેવેન્દ્ર સિંહ ભુટ્ટો, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા અને રવિ ઠાકુરનો સમાવેશ થાય છે.
#WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves…I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v
- Advertisement -
— ANI (@ANI) February 29, 2024
આખરે રાજ્યસભા ચુંટણીમાં બીજેપીના હર્ષ મહાજને જીત મેળવી
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની 1 સીટ પર ચુંટણી હતી. જે જીતવા માટે 35 વિધાયકોને વોટની જરરિયાત હતી. કોંગ્રેસની પાસે 40 વિધાયકો છે, જેના માટે પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની જીત લગભગ નક્કી જ માનવામાં આવી રહી હતી. બીજેપી પાસે 25 વિધાયકો છે. તેમની પાસે 10 વોટ ઓછા હતા, તેમ છતાં પાર્ટીએ હર્ષ મહાજનને ઉમેદવાર બનાવ્યો હતો. આ ચુંટણીમાં કોંગ્રેસના 6 વિધાયકોએ ક્રોંસ વોટિંગ કર્યુ હતું. 3 નિર્દળીય વિધાયકોએ પણ બીજેપીના ઉમેદવારના સમર્થનમાં વોટિંગ કર્યું હતું. જેથી બીજેપી-કોંગ્રેસની બંન્ને પાર્ટીઓના ઉમેદવારને 34-34 વોટ મળ્યા હતા. છેલ્લે ચિઠ્ઠીના આધારે નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં બીજેપીના હર્ષ મહાજને જીત મેળવી હતી.