વિસાવદર, ભેંસાણમાં 6 ઈંચ, ચોટીલા, વડિયા, ધોરાજી, જેતપુર, ઉપલેટા, ઉના, વંથલી, વેરાવળ પંથકમાં પાંચથી સાડા પાંચ ઈંચ
જૂનાગઢમાં 11 ઈંચ, તાલાલામાં 7, કંડોરણા, મેંદરડા, સુત્રાપાડામાં 6 ઈંચ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વાવાઝોડાના વરસાદ બાદ થોડા દિવસ સુધી વરાપ રાખી સમયસર શરૂ થયેલા ચોમાસાના સતત પાંચમા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની મહેર સતત ચાલુ રહી છે. જેમાં 75 તાલુકામાં હળવા ભારે ઝાપટાથી માંડીને અનરાધાર વરસાદ પડતા લોકો ખુશખુશાલ છે. જૂનાગઢ પંથકમાં 11 ઈંચ, અંજાર, તાલાલા, સુત્રાપાડા, જામકંડોરણા, ધોરાજી, જેતપુર, મેંદરડા, વિસાવદર, ચોટીલા, વડીયા, ભેંસાણ પંથકમાં સાડા પાંચથી સાડા સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. ઉના, વંથલી, ઉપલેટા, પંથકમાં પાંચ ઈંચ વરસ્યો છે. ઉપરાંત આજે સવારે પણ જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં સવા બેથી માંડીને જૂનાગઢ પંથકમાં 10 ઈંચ નોંધાયો છે. જયારે મેંદરડા, ભેંસાણ, વંથલીમાં 5 થી 6 ઈંચ, માળીયાહાટીના, કેશોદ, માંગરોળ, માણાવદર, પંથકમાં સવા બેથી પોણા ચાર ઈંચ વરસાદ પડયો હતો.
કચ્છના અંજાર પંથકમાં 7 ઈંચ જયારે મુંદ્રા, ભચાઉ, રાપર, લખપત પંથકમાં હળવા ભારે ઝાપટાથી માંડીને અર્ધેા ઈંચ વરસાદ પડયો હતો.
ગીર સોમનાથના તાલાલા, સુત્રાપાડામાં સાડા છથી સાત ઈંચ, ઉના, વેરાવળ, કોડીનાર, ગીરગઢડા પંથકમાં અઢીથી પાંચ ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જામકંડોરણા, જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકમાં પાંચથી સાત ઈંચ, પડધરી, જસદણ, ગોંડલ, રાજકોટ શહેરમાં સવા બેથી 3 ઈંચ નોંધાયો છે.
- Advertisement -
અમરેલી જિલ્લાના વડીયામાં સાડા પાંચ ઈંચ, બાબરા, બગસરા, લાઠી પંથકમાં બેથી સાડા ત્રણ ઈંચ, સિહોર, જાફરાબાદ, અમરેલી, પંથકમાં પોણો ઈંચ, ધારી, સાવરકુંડલા, ખાંભા, લીલીયા પંથકમાં ઝાપટા વરસ્યા હતા. ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ભાવનગર શહેર, ઘોઘા, સિહોર અને પાલીતાણા પંથકમાં અર્ધેાથી બે ઈંચ વરસાદ પડયો છે.
સુરેન્દ્રનગરના ચોટીલામાં સાડા પાંચ ઈંચ, સાયલામાં અઢી ઈંચ, થાનગઢ, ધ્રાંગધ્રામાં પોણો ઈંચ, દસાડા, વઢવાણ, મુળી, ચુડા, લીંબડી પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
જામનગર જિલ્લાના જોડીયા, ધ્રોલમાં સાડા ત્રણથી ચાર ઈંચ, કાલાવડ, જામનગરમાં અઢી ઈંચ, લાલપુર, જામજોધપુરમાં પોણો ઈંચ, બોટાદમાં 1 ઈંચ, ગઢડામાં અઢી ઈંચ, રાણપુરમાં અર્ધેા ઈંચ, પોરબંદરમાં અર્ધેા ઈંચ જયારે કુતીયાણા, બરવાળા, રાણાવાવમાં ઝાપટાથી માંડીને પોણા બે ઈંચ વરસાદ પડયો છે.
મોરબી શહેરમાં સાડા ત્રણ ઈંચ ઉપરાંત વાંકાનેર, ટંકારામાં એકથી અઢી ઈંચ, માળીયા મીંયાણામાં ઝાપટા વરસ્યા હતા. જયારે દેવભુમી દ્વારકા જિલ્લામાં માત્ર ભાણવડ ખાતે ફકત અર્ધેા ઈંચ વરસાદ પડયો હતો.