ગુરુવારે બપોર પછી જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યના હવામાન વિભાગ દ્વારા એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુરુવારે બપોર બાદ રાજ્યના છૂટાછવા વિસ્તારોમાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ હતી.
- Advertisement -
ચોમાસાની સિઝન આ વર્ષે વહેલાસર શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી અમીછાંટણા નજરે પડતા હતા જે બાદ ગુરુવારે બપોર પછી ગાજવીજ અને જોરદાર પવન સાથે મેઘરાજાએ રી એન્ટ્રી કરી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા તાલુકા જેમકે ધાંગધ્રા, ચોટીલા, થાન, મુળી, સાયલા, ચુડા, દસાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો.
ભારે પવન સાથે વરસાદ શરૂ થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ તરફ ભારે વરસાદને લીધે સરકારી તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પણ ખુલ્લી પડી હતી. જેમાં ખાસ કરીને ભૂગર્ભ ગટરો ઉભરાવાની અને પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. જોકે લાંબા સમય બાદ મેઘરાજાની રી એન્ટ્રી થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી આ વરસાદના લીધે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ફાયદાકારક વરસાદ હોવાનું જણાવ્યું હતું.



