પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર જિલ્લામાં ઝાપટાંથી લઈ અનરાધાર વરસ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધો જૂન મહિનો વીતી ગયા બાદ ચોમાસાનું આગમન થયું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં છ જિલ્લાઓમાં સમીસાંજથી વરસાદ વરસવો શરૂ થયો હતો. અનેક જિલ્લાઓમાં અડધા ઈંચથી લઈને 10 ઈંચ સુધીનો વરસાદ નોંધાતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતાં. જ્યારે વરસાદે ભીમ અગિયારસનું મુહુર્ત સાચવતા બે ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હોય તેવા જિલ્લાઓમાં ખેડુતોએ વાવણીમાં શ્રીગણેશ કર્યા હતાં. ગઈકાલે છ જિલ્લાઓમાં અડધા ઈંચથી લઈને 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયા પંથકમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે ચોમાસાનું આગમન થયું હોય તેમ અડધાથી 10 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં અનરાધાર 10 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે રાજકોટના પડધરી અને વિછિયા વિસ્તારમાં ફક્ત ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. છતાં ગરમીમાં વરસાદ વરસતા લોકોને આંશિક રાહત થઈ હતી. ગઈકાલે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 233 મીમી, પોરબંદર 69 મીમી, ભાણવડ 55 મીમી, રાણાવાવ 36 મીમી, કચ્છમાં નખત્રાણામાં 30 મીમી, ગારિયાધાર 28 મીમી, દ્વારકા 27 મીમી, લીલીયા 14 મીમી, કોટડા સાંગાણી 13 મીમી, માંગરોળ 12 મીમી, પાલીતાણા 10 મીમી, બાબરા 10 મીમી, વાંકાનેર 7 મીમી, કલ્યાણપુર 5 મીમી, મોરબી 4 મીમી, અમરેલી 3 મીમી, કુતિયાણા 3 મીમી, માણાવદર 3 મીમી, જામજોધપુર 2 મીમી, પડધરી 2 મીમી અને વીછિયામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ પણ સૌરાષ્ટ્ર ઉપર વાદળોની જમાવટ હોય આજે વરસાદ જમાવટ કરશે તેવું લાગી રહ્યું છે.
ગઈ કાલે મેઘરાજાએ મોરબીમાં એન્ટ્રી કરી હતી અને મોરબી શહેર તેમજ જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેથી સતત ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસવાનો શરૂૂ થયો હતો તેમજ મોરબી જીલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેમા ટંકારાના મિતાણા ગામ અને મોરબીના રફાળેશ્વર ગામ તથા વાંકાનેરમા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હતા. તો આ પ્રથમ વરસાદ વરસતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો અને ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. કોટડાસાંગાણી તાલુકા ના ગામો માં સવારથી બપોર સુધી કાળઝાળ ગરમીમાં ઉકરટથી સાંજ ના સમયે એકા એક વાતાવરણ માં વાદરીયુ વાતવણ થયેલ સાંજના સમયે વરસાદ સરૂૂ થયેલ જેમાં ભાડવા રાજપરા ભાડુઈ ગામે 4 ઈંચ જેટલો વરસાદ પડેલ હોય છે તેવું જાણવા મળેલ જેમાં ભાડવા થી રાજપરા જતો રસ્તો વધારે વરસાદ પડવાથી રસ્તો બંધ થયેલ લોકોને રાજપરા જવા માટે ભારે મુશ્કેલી સામનો કરવો પડે જમા મોટા માંડવા માણેકવાડા બગડીયા દેતડીયા દેવરીયા ભાડુઈ ચિત્રાવાવ સર રામોદ આપણ ગામોમાં વરસાદ પડવાના સમાચાર પ્રાપ્ત થયેલા જેમાં ભાડવા ગામે વીજળી ગુલ થયેલ છે કોટડાસાંગાણી ના સાત ગામોમાં વાવણી લાયક વરસાદ પડેલ જેમાં ભાડવા રાજપરા જુની ખોખરી નવી ખોખરી ભાડુઈ દેવડીયા પાચતલાવડા ગામોમાં વાવણી લાયક વરસાદ પડેલ અને ગોંડલી ડેમ માં નવા નીર ની આવક થવા ની સંભાવના જેમાં ઉપરવાસમાં સારો એવો વરસાદ પડવાથી ગોંડલી ડેમ માં નવા નીર ની આવક થવાની સંભાવના જોવાઈ રહી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજે વહેલી સવારથી જ વાદળો બંધાયા હતાં. તેમજ પવન પણ પડી ગયો હતો. ગરમીનું પ્રમાણ ખુબ જ વધ્યું હતું. બપોરના 3થી 4 વાગ્યા સુધીમાં ધીમી ધારે અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ માત્ર અડધા ઈંચ વરસાદમાં જ વીજપુરવઠો ખોરવાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી. પ્રીમોન્સુન કામગીરી બાબતે પણ લોકો રમુજ ઉડાડી રહ્યા હતાં. સીઝનનો પ્રથમ વરસાદ આવતા નાના બાળકો વરસાદમાં ન્હાવાની મોજ માણી હતી. પ્રથમ અને એ પણ અડધો ઈંચ વરસાદમાં જ લાઈટ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં બેહાલ બન્યા હતાં. આજે ઈદ તથા ભીમ અગિયારસ હોઈને વરસાદે શકન સાચવતા લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી.